જિલ્લા કલેક્ટર કચેરીમાં સંકલન બેઠક યોજાઈ હતી. જેમાં સ્થાનિક ધારાસભ્યો સહિત અન્ય અધિકારીઓ હાજર રહ્યાં હતાં. આ બેઠકમાં રાધનપુરના ધારાસભ્ય રઘુભાઈ દેસાઈએ કમોસમી વરસાદના કારણે સાંતલપુર વિસ્તારના 32 ગામોમાં સર્વે કામગીરી હાથ ધરવા જણાવ્યું હતું. તેમજ મુખ્ય કેનાલમાં સફાઈ કરવાની શિયાળુ પાક માટે કેનાલોમાંથી પાણી છોડવા અંગેની રજૂઆત કરી હતી.
આ ઉપરાંત સિદ્ધપુરના ધારાસભ્ય ચંદનજી ઠાકોરે પણ સિદ્ધપુર વિધાનસભા મત વિસ્તારના પ્રશ્નોની રજૂઆતો કરી હતી. જેમાં તેમણે પાકવીમો ન ચૂકવતી કંપનીઓ વિરૂદ્ધ પગલા લેવાની માગ કરી હતી.
ઉલ્લેખનીય છે કે, રાજ્ય સરકારે ખેડૂતોને આર્થિક સહાય આપવા માટે 700 કરોડનું બજેટ રજૂ કર્યુ છે. જેમાંથી પાટણને બાકાત રાખ્યું છે. જે અંગે નારાજગી વ્યક્ત કરતાં સ્થાનિક ધારાસભ્યોએ સરકારી સહાયમાં પાટણને સામેલ કરવાની ઉગ્ર રજૂઆત કરી હતી.