પાટણ: સરસ્વતી તાલુકાના વાણા ગામે રહેતા દેવચંદભાઈ પરમારની દિકરી તેજલ કોઇટા ગામે આવેલ સામાન્ય વિધાલયમાં ધો.10 માં અભ્યાસ કરે છે. શુક્રવારની સવારે આ કિશોરી પોતાના ગામથી કોઇટા શાળાએ જવા નીકળી હતી.
સ્ત્રી અત્યાચારમાં પોલીસે આરોપીને કુકડો બનાવ્યો, આખરે મહિલા શિક્ષીકાના પગે પડ્યો હુમલાખોર
કિશોરી વાણા પુલ પરથી પસાર થતી હતી, ત્યારે ગામનો ઠાકોર જીવણજી ઉર્ફે જેઠીયા નામના ઈસમે કિશોરીને કોઇ કારણ વગર નીચે પાડી દઇ પીઠ પાછળ તીક્ષ્ણ હથિયાર વડે ઘા મારી (Patan school attacked by knife) ઇજાઓ પહોંચાડી હતી. જો કે, કિશોરીની બહેન ઘટના સ્થળે આવી જતા આરોપી જાતી વિષયક અપમાનીત કરતા શબ્દો બોલી આજે તો તું બચી ગઇ છે, પરંતુ હવે તો તને જાનથી મારી નાખીશ તેવી ધમકી આપી ફરાર થઇ ગયો હતો.
પિતાએ જ કર્યા હતા પુત્રના 3 ભાગ, એક પછી એક માનવ અંગો મળવાના કેસમાં ચોંકાવનારો ખુલાસો
ઈજાગ્રસ્ત કિશોરીને પ્રાથમિક સારવાર અર્થે જંગરાલના પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર ખાતે ખસેડવામાં આવી હતી, જયાં પ્રાથમિક સારવાર આપ્યા બાદ વધુ સારવાર અર્થે ધારપુર મેડીકલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવી છે. કિશોરી પર થયેલ ખુની હુમલાની ઘટના બાદ તેના પિતાએ વાગડોદ પોલીસ સ્ટેશને આરોપી જીવણજી ઉર્ફે જેઠાજી વિરુધ્ધ ફરીયાદ નોંધાવતા પોલીસે આરોપીને તાત્કાલિક ઝડપી લઈ વધુ તપાસ હાથ ધરી છે.