પાટણ: શહેરમાં કોરોના સંક્રમિત વ્યક્તિઓની સંખ્યામાં સતત વધારો થઇ રહ્યો છે. સોમવારે એકસાથે 9 કેસ સામે આવ્યા છે જ્યારે એકનું મોત થયું છે.
પાટણ શહેરના તિરુપતિ નગરના 80 વર્ષીય 47 વર્ષીય મહિલા, સાંતલપુર તાલુકાના ડાલડી ગામના 35 વર્ષીય પુરુષ, સિદ્ધપુરની સિદ્ધેશ્વર સોસાયટીના 45 વર્ષીય પુરુષ, સિધ્ધપુર તાલુકાના સુંજાણપુર ગામના 50 વર્ષીય પુરુષ, નાંદોત્રી ગામે 57 વર્ષીય પુરુષ, ચાણસ્મા શહેરના નાની વાણીયાવાડમાં 39 વર્ષીય મહિલા, રાધનપુરની અયોધ્યાનગર સોસાયટીના 52 વર્ષીય પુરુષ અને વારાહીના નાના પ્રજાપતિ વાસમાં રહેતી 50 વર્ષીય મહિલાના ટેસ્ટ સેમ્પલ કોરોના પોઝિટિવ આવ્યા છે. પાટણ શહેરમાં સોમવારે વધુ બે કેસ નોંધાતા પોઝિટિવ દર્દીઓની સંખ્યા 132 થઈ છે.
અમદાવાદ ખાતે ખાનગી હોસ્પિટલમાં સારવાર લઈ રહેલા પાટણના જગન્નાથ બંગલોમાં રહેતા 60 વર્ષીય કોરોનાગ્રસ્ત વૃદ્ધનું મોત થયું છે. જેને લઇ પાટણનો મૃત્યુઆંક 15 થયો છે. જ્યારે જિલ્લામાં મૃત્યુઆંક 26 થયો છે. અત્યાર સુધીમાં 140 દર્દીઓને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. જ્યારે 486 કેસો પેન્ડિંગ છે.