પાટણ -પાટણ યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે કેન્દ્ર સરકારની આઠ વર્ષની ઉપલબ્ધિઓ (8 years of Modi Government )ગરીબ કલ્યાણ અને સેવા સુશાસન અંતર્ગત યોજાયેલ આ સંવાદ કાર્યક્રમમાં આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલના (Health Minister Hrishikesh Patel in Patan ) હસ્તે વિવિધ યોજનાના લાભાર્થીઓને સહાય કીટ આપવામાં આવી હતી. કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના 600થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતાં. જે પૈકી દરેક યોજનાના બે લાભાર્થીઓની સાથે આરોગ્યપ્રધાને સીધો સંવાદ (Direct interaction with beneficiaries) કર્યો હતો.
આ પણ વાંચોઃ જુનિયર તબીબોની માંગ સાથે સરકાર સંમત નથી : આરોગ્યપ્રધાને આમ કહી શું આપી ચીમકી જૂઓ
ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવા વિચારણા -આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે (Health Minister Hrishikesh Patel in Patan ) સરકારની વિવિધ યોજનાઓ જેવી કે આવાસ યોજના પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ યોજના કિસાન સન્માન નિધિ યોજના ગ્રામ સડક યોજના પીએમ સન્માન નિધિ પોષણ અભિયાન સહિતની યોજનાઓના લાભાર્થીઓ સાથે સીધો સંવાદ કરી તેમણે મેળવેલા યોજનાકીય લાભ અંગેની માહિતી મેળવી હતી. આરોગ્યપ્રધાન ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે સુશાસનના આઠ વર્ષમાં (8 years of Modi Government )સરકારે નવા આયામો સર કર્યા છે અને વિકાસને વેગ આપ્યો છે. સરકાર હંમેશા ગરીબ જરૂરીયાત મંદ અને છેવાડાના લોકો સુધી પહોંચવાનો પ્રયાસ કરે છે અને તેમને જરૂરી એવી તમામ સુવિધાઓ જેવી કે પાણી, વીજળી, આવાસ, શૌચાલય, ગેસ જેવી પાયાની જરૂરિયાતો પૂરી પાડે છે. ત્યારે હવે દરેક તાલુકામાં ડાયાલિસીસ સેન્ટર શરૂ કરવા સરકાર હવે વિચારણા કરી રહી છે.
આ પણ વાંચોઃ કેન્દ્ર સરકારના આઠ વર્ષ પૂર્ણ: "ભાજપમાં સદસ્યતા મેળવવા માટે મોબાઈલ હેંગ થઈ જાય એટલી અરજીઓ"
સરકારની આરોગ્યલક્ષી યોજના લઘુમતી પરિવાર માટે સંજીવની બની -સરકારની આરોગ્યલક્ષી સેવાનો લાભ લેનાર પાટણના બાલીસણાના અબ્દુલ શેખે જણાવ્યું હતું કે તેમના બાળકને નાનપણથી જ જઠર અને આંતરડાને જોડતો ભાગ સાંકડો હતો. જેથી ડોક્ટરે ઓપરેશન કરવાની સલાહ આપી હતી પરંતુ સારવારનો ખર્ચ વધુ હોવાથી પોતે કરી શકે તેમ ન હોવાથી તેઓએ પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના મેડિકલ ઓફિસરનો સંપર્ક કરતા ડોક્ટરે તેમના દીકરાનો કેસ રાષ્ટ્રીય બાળ સ્વાસ્થ્ય કાર્યક્રમના મેડિકલ ઓફિસરને રીફર કર્યો. જે અંતર્ગત ૩૮ દિવસના બાળકનું અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં નિશુલ્ક ઓપરેશન કરવામાં આવ્યું છે.જેથી હાલમાં બાળક સ્વસ્થ છે.
દરેક યોજનાના બે લાભાર્થીઓની સાથે વાત- યુનિવર્સિટી ખાતે યોજાયેલ સુશાસન કાર્યક્રમ અંતર્ગત કેન્દ્ર સરકારની ફ્લેગશીપ યોજનાઓના 600થી વધુ લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.જે પૈકી દરેક યોજનાના બે લાભાર્થીઓની સાથે આરોગ્યપ્રધાને સીધો સંવાદ (Direct interaction with beneficiaries) કર્યો હતો. પ્રત્યેક લાભાર્થીએ પોતાને મળેલા અનેક લાભોની જાહેરમાં વિસ્તૃત રીતે વાત કરી હતી. જેથી અન્ય લાભાર્થીઓ પણ પ્રોત્સાહિત થયા હતાં.