પાટણ : જિલ્લામાં 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી (Gram Panchayat Election 2021) શાંતિમય માહોલમાં શરૂ થઈ હતી, તમામ મતદાન મથકો ઉપર ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત (Police Deployment In Election) કરવામાં આવ્યો હતો. ઉલ્લેખનીય છે કે, મતદાન મથકો ઉપર મતદાન કરવા માટે મતદારોની લાંબી લાંબી કતારો ( Patan Gram Panchayat Election) જોવા મળી હતી અને ઉત્સાહ સાથે મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરી રહ્યા છે. બપોર સુધી 50 ટકાથી વધુ મતદાન થયું હતું.
આ પણ વાંચો: રાજ્યમાં બપોરના ૩ વાગ્યા સુધી સરેરાશ 42 ટકા મતદાન
પાટણમાં 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી
જિલ્લામાં 152 ગ્રામ પંચાયતોની ચૂંટણી રવિવારે સવારે સાત વાગ્યાથી શરૂ થઈ હતી. જિલ્લાના 456 મતદાન મથકો ઉપર ચાંપતો પોલીસ બંદોબસ્ત તૈનાત કરાયો હતો. કડકડતી ઠંડીમાં પણ મતદારો પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા માટે મતદાન મથકો ઉપર પહોંચ્યા હતા. જેને લઇને મતદાન મથકો ઉપર લાંબી-લાંબી કતારો સર્જાઇ હતી.
બપોર સુધીમાં 50 ટકા મતદાન
પાટણ તાલુકામાં 44.32 ટકા સરસ્વતી તાલુકામાં 52.52 ટકા, સિદ્ધપુર તાલુકામાં 42.97, ચાણસ્મા તાલુકામાં 48. 58 ટકા, સમી તાલુકામાં 53.60 ટકા,શંખેશ્વર તાલુકામાં 51.57 ટકા, રાધનપુર તાલુકામાં 45.26 ટકા,સાંતલપુર તાલુકામાં 47.27 ટકા મતદાન થયું હતું. આમ, બપોર સુધીમાં જિલ્લામાં સરેરાશ 50 ટકા મતદાન થયું હતું.
આ પણ વાંચો: રાજકોટનાં વિરપુરમાં મતદાન દરમિયાન મતદાર અને પોલીસ વચ્ચે થઇ મારામારી, વિડીયો થયો વાઇરલ
લોકોને મતદાન કરવા આહવાન
નોરતા ગામના સંત દોલતરામ મહારાજે મતદાન મથક ઉપર જઈ પોતાના મતાધિકારનો ઉપયોગ (Exercise of suffrage) કર્યો હતો. આ સાથે જ દરેક લોકોને લોકશાહીના પર્વ માટે પોતાના મતાધિકારનો ઉપયોગ કરવા આહવાન કર્યું હતું.