પાટણ ગુજરાતમાં ગુજરાતમાં 26 સપ્ટેમ્બરથી 12 ઓક્ટોબર 2022 દરમિયાન 36મી નેશનલ ગેઇમ્સ ખેલાવા જઇ રહી છે ત્યારે લોકો સુધી જાણકારી પહોંચાડવા નેશનલ ગેઇમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. જેના ભાગરૂપે પાટણમાં રાજ્યકક્ષાના પ્રધાન અર્જુનસિંહ ચૌહાણની ઉપસ્થિતિમાં ૩૬મી નેશનલ ગેમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમ હેમચંદ્રાચાર્ય ઉત્તર ગુજરાત યુનિવર્સિટીના કન્વેન્શન હોલ ખાતે યોજાયો હતો. આ કાર્યક્રમમાં રમતગમત ક્ષેત્રે વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર રમતવીરોનું સન્માન કરવામાં આવ્યું હતું.
પાટણના રમતવીરોને શુભકામના પાઠવી જ્યારે નેશનલ ગેઇમ્સનો પ્રારંભ સમગ્ર ગુજરાતમાં થવા જઈ રહ્યો છે ત્યારે વિવિધ જિલ્લામાં અવેરનેસ માટેના કાર્યક્રમોનું આયોજન કરવામાં આવી રહ્યુ છે. આજરોજ પાટણ ખાતે આયોજિત 36મી નેશનલ ગેઇમ્સ અવેરનેસ કેમ્પેઇન કાર્યક્રમના અધ્યક્ષ અર્જુનસિંહ ચૌહાણે કાર્યક્રમને સંબોધતા જણાવ્યું કે, વડાપ્રધાન નરેન્દ્ર મોદીની દૂરદર્શિતાના કારણે આજે રમતગમત ક્ષેત્રે ગુજરાત અગ્રેસર બની રહ્યું છે. સમગ્ર વિશ્વમાં રમત-ગમત ક્ષેત્રે ગુજરાતનું નામ ઝળહળ્યું છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ રમશે ગુજરાત, જીતશે ગુજરાત સાથે રાજ્યમાં ખેલ મહાકુંભની શરૂઆત કરાવી હતી. જેની પુરા વિશ્વમાં નોંધ લેવાઈ છે. ગુજરાતના રમતવીરોએ આંતરરાષ્ટ્રીય કક્ષાએ કરેલા ઉત્કૃષ્ટ પ્રદર્શનને આજે આખુ વિશ્વ નિહાળી રહ્યુ છે. ગુજરાતમાં અનેક એવા ખેલાડીઓ છે કે જેઓએ વિવિધ રમતોમાં વિશ્વસ્તરે નામના મેળવીને દેશનું નામ રોશન કર્યુ છે. જ્યારે 7 વર્ષ બાદ નેશનલ ગેઇમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પાટણના રમતવીરો પણ આગળ આવે અને દેશનું નામ રોશન કરે તેવી તેમણે શુભકામના પાઠવી હતી.
ગુજરાતમાં 17 સ્થળોએ સ્પર્ધાઓ થશેે આગામી તા.29મી સપ્ટેમ્બરના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગુજરાત આવશે અને અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમથી નેશનલ ગેઇમ્સનો પ્રારંભ કરાવશે. 7 વર્ષ બાદ ગુજરાતના આંગણે નેશનલ ગેઇમ્સનો પ્રારંભ થવા જઈ રહ્યો છે ત્યારે પૂરજોશમાં તૈયારીઓ ચાલી રહી છે. આ નેશનલ ગેમ્સના ઉદ્ઘાટનમાં દેશ-વિદેશથી આંતરરાષ્ટ્રીય ખેલાડીઓ ગુજરાત પધારશે. ગુજરાતમાં 17 સ્થળોએ કુલ 36 જેટલી રમતોની સ્પર્ધા યોજાશે. 36th National Games Awareness Campaign in Patan , Minister Arjunsinh Chauhan in Patan , Sports Players of Patan ,36th National Games in September 2022