- પાટણમાં ગ્રામ પંચાયતની ચૂંટણીને લઈને રાજકીય ગરમાવો
- ફોર્મ ભરવાના અંતિમ દિવસે સરકારી કચેરીઓમાં ઉમેદવારોનો ભારે ધસારો
- સરપંચ માટે 830અને વોર્ડ નં સભ્યો માટે 2256 ફોર્મ ભરાયા
પાટણઃ પાટણ જિલ્લામાં આગામી 19 ડીસેમ્બરના રોજ યોજાનાર 177 ગ્રામ પંચાયતની(Gram Panchayat elections in Patan) સામાન્ય અને 25 ગ્રામ પંચાયતોની પેટા ચૂંટણીના પડઘમ ગાજી ઉઠયા છે. ત્યારે શનિવારે ફોર્મ ભરવાના છેલ્લા દિવસે તાલુકા પંચાયત અને મામલતદાર કચેરી ખાતે ઉમેદવારી પત્રો ભરવા માટે ભારે ધસારો જોવા મળ્યો હતો. 177 સરપંચો સામે 821 ફોર્મ ભરાયા છે. જ્યારે 1552 વોર્ડના સભ્યો માટે 2254 ફોર્મ ભરાય છે. તો 25 ગ્રામ પંચાયતની પેટા ચૂંટણીમા(Gram Panchayat elections) સરપંચ માટે 9 ફોર્મ અને વોર્ડના સભ્યો માટે 2 ફોર્મ ભરાયા છે.
7મી ડિસેમ્બરે ચૂંટણીનું ચિત્ર સ્પષ્ટ થશે
ભરેલા ફોર્મની 6 ડિસેમ્બરના રોજ ચકાસણી કરવામાં આવશે અને 7મી તારીખે ઉમેદવારી ફોર્મ પરત ખેંચવામાં આવશે. જેથી પાટણ જિલ્લામાં ગ્રામ પંચાયતોની ચૂંટણીનું(Gram Panchayat Election 2021) ચિત્ર 7 ડિસેમ્બરે સ્પષ્ટ થશે. ફોર્મ ભરવાના અંતિમ દિવસે મામલતદાર કચેરી અને તાલુકા પંચાયતની કચેરીઓમાં ઉમેદવારી પત્રો ભરવા માટે ઉમેદવારોનો(Gram Panchayat Election Candidate in patan) ભારે ધસારો જોવા મળ્યો હતો.
આ પણ વાંચોઃ Samaras gram panchayat election: બારડોલીના ઇશનપોરમાં આઝાદી બાદથી નથી થઈ ગ્રામ પંચાયતની ચૂંટણી
આ પણ વાંચોઃ Gram Panchayat election 2021: અરવલ્લી ગ્રામ પંચાયતની ચૂંટણી પૂર્વે તંત્રની તૈયારીઓ વિશે પત્રકાર પરિષદ યોજાઈ