ETV Bharat / state

પાટણ જિલ્લામાં નવા 170 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ શહેર સહિત સમગ્ર જિલ્લામાં સ્વૈચ્છિક અને સંપૂર્ણપણે અપાયેલા લોકડાઉનના પાંચમા દિવસે પણ જિલ્લામાં કોરોના પોઝિટિવ કેસોનો રાફડો ફાટ્યો હોય તેમ નવા 170 કોરોના પોઝિટિવ નોંધાયતા વહીવટી તંત્ર હરકતમાં આવ્યું છે. જિલ્લામાં કુલ કોરોના પોઝિટિવ કેસનો આંકડો 7,211 ઉપર પહોંચ્યો છે. જિલ્લામાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધતા લોકોમાં ફફડાટ ફેલાયો છે.

પાટણ જિલ્લામાં નવા 170 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
પાટણ જિલ્લામાં નવા 170 કોરોના પોઝિટિવ કેસ નોંધાયા
author img

By

Published : Apr 24, 2021, 10:57 PM IST

  • જિલ્લામાં કોરોના બેકાબૂ બન્યો
  • ગ્રામ્ય વિસ્તારોમાં સૌથી વધુ કેસ આવ્યા સામે
  • નવા 170 પોઝિટિવ કેસ નોંધાયા

પાટણ: જિલ્લામાં 7 દિવસના લોકડાઉનની જાહેરાતનો શનિવારે 5મો દિવસ હતો ત્યારે શહેરમાં હજુ લોકોની અવર જવર યથાવત જોવા મળી હતી. ગૌરવપથ પર શાકભાજીની લારીઓનો જમાવડો જોવા મળ્યો તો બીજી બાજુ ખાનગી હોસ્પિટલ્સ માં પણ દર્દીઓના પરિજન સુપર સ્પ્રેડેર બની રહ્યાં છે. જિલ્લામાં શનિવારે પણ કોરોનાના નવા 170 કેસ સામે આવ્યા છે. જેમાં પાટણ શહેરમાં અલગ અલગ વિસ્તારોમાંથી 21 કેસ નોંધાયા. શહેરમાં પોઝિટિવ દર્દીઓની સંખ્યા 2,198 થઇ છે. આ ઉપરાંત તાલુકામાં 36, સિદ્ધપુર શહેરમાં 5, તાલુકામાં 25, ચાણસ્મા તાલુકામાં 9, સાંતલપુર તાલુકામાં 20, રાધનપુર શહેરમાં 3, તાલુકામાં 7, શંખેશ્વર શહેરમાં 4 તાલુકામાં 7, સમી શહેરમાં 4, તાલુકામાં 5, હારિજમાં શહેરમાં 9 તાલુકામાં 9 અને સરસ્વતી તાલુકામાં 6 પોઝિટિવ કેસો સાથે જિલ્લામાં નવા 170 કેસ નોંધાયા છે. આમ પાટણ શહેર સહિત જિલ્લામાં કોરોના સંક્રમણ બેકાબૂ બની આગળ વધી રહ્યો છે. શહેર કરતાં ગ્રામ્ય વિસ્તારોમાં કોરોના સંક્રમણ વધી રહ્યું છે. શનિવારે નોંધાયેલા કોરોના પોઝિટિવ કેસોમાં પાટણ તાલુકામાં સૌથી વધુ 36 કેસ નોંધાયા છે

વધુ વાંચો: ગુજરાત કોરોના અપડેટઃ છેલ્લા 24 કલાકમાં કોરોનાના 14,097 પોઝિટિવ કેસ નોંધાયા

919 દર્દીઓ છે હોમ આઇસોલેશનમાં

પાટણ જિલ્લામાં હોમ એસોલેશન હેઠળ 919 દર્દીઓ સારવાર લઈ રહ્યાં છે. જ્યારે 465 દર્દીઓના સેમ્પલ પેન્ડિંગ છે. પાટણની ધારપુર હોસ્પિટલમા બેડના અભાવે કેમ્પસમાં 108માં સારવાર લઈ રહેલા દર્દીઓ કલાકો સુધી યોગ્ય સારવાર નહીં મળતા હેરાન થયા છે.

વધુ વાંચો: પાલીતાણા અને ગારીયધારના ધારાસભ્યોએ કલેક્ટરને ગ્રાન્ટ મંજૂર કરવા લખ્યો પત્ર

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.