ETV Bharat / state

ગોધરા કાંડ : સાબરમતી ટ્રેન હત્યાકાંડના 59 કારસેવકોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ - શ્રદ્ધાંજલિ

સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૧૮મી વર્ષી નિમીત્તે વીએચપી કાર્યકર્તાઓ દ્વારા ગોધરા રેલવે યાર્ડમાં રાખવામાં આવેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ પર જઈને પુષ્પાંજલિ અર્પણ કરવામાં આવી હતી અને રામધૂન બોલાવવામાં આવી હતી.

ગોધરા કાંડ : સાબરમતી ટ્રેન હત્યાકાંડના 59 કારસેવકોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

author img

By

Published : Feb 27, 2020, 5:19 PM IST

પંચમહાલ : જિલ્લાના ગોધરા ખાતે આજથી ૧૮ વર્ષ પૂર્વે ૨૭ ફેબ્રુઆરી ૨૦૦૨ના રોજ અયોધ્યાથી સાબરમતી એક્સપ્રેસ મારફતે પરત ફરી રહેલા કારસેવકોને ગોધરા ખાતે કેબિન પાસે ટ્રેનના એસ ૬ કોચને આગ લગાવી જીવતા સળગાવી દેવામાં આવ્યા હતા. જેમાં ૫૯ જેટલા કારસેવકો મોતને ભેટ્યા હતા. જેના પગલે આજરોજ આ કારસેવકોને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આ સમગ્ર ઘટનાબાદ સમગ્ર ગુજરાતમાં રમખાણો ફાટી નીકળ્યા હતા.

ગોધરા કાંડ : સાબરમતી ટ્રેન હત્યાકાંડના 59 કારસેવકોને શ્રદ્ધાંજલિ પાઠવાઇ

આ તકે સાબરમતી ટ્રેન હત્યાકાંડની તપાસ કરવા માટે સરકાર દ્વારા ખાસ SITની રચના પણ કરવામાં આવી છે. જેમાં સમયાંતરે ચુકાદા પણ આપવામાં આવ્યા છે અને આરોપીઓને સજા પણ ફટકારવામાં આવી છે, ત્યારે આજે સાબરમતી ટ્રેન હત્યાકાંડની ૧૮મી વર્ષીને લઇને વિશ્વ હિન્દુ પરિષદ દ્વારા ગાંધી ચોક ખાતેથી કારસેવકોની આત્માને શાંતિ મળે તે માટે રેલી યોજી ગોધરા રેલવે યાર્ડમાં રાખેલા સાબરમતી એક્સપ્રેસના એસ-૬ કોચ ખાતે પહોંચ્યા હતા. જ્યાં કોચ પાસે ફૂલ હાર અર્પણ કરી શ્રદ્ધાંજલિ આપી હતી અને રામધૂન બોલાવી હતી અને હુતાત્માઓની આત્માને શાંતિ મળે તે માટે પ્રાર્થના કરી હતી.

વીએચપી અગ્રણી નેતા દ્વારા જણાવવામાં આવ્યું હતું કે અયોધ્યામાં વહેલી તકે રામમંદિર બનાવવામાં આવશે તો જ કારસેવકો સાચી શ્રદ્ધાંજલિ ગણાશે. ટ્રેન હત્યાકાંડની વર્ષીને લઇને ગોધરામાં કોઈ અનિચ્છનિય બનાવ ન બને તે માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવવામાં આવ્યો હતો અને સાબરમતી ટ્રેનનો એસ-૬ કોચ ખાતે પણ પોલીસ દ્વારા ચાંપતો બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.