ગુજરાતમા રહીને હિંન્દુત્વના પ્રચાર અને પ્રસારનુ કામ કરતા ઉપદેશ રાણા તેઓ સુરત ખાતેના પોતાના ઘરેથી દિલ્લી તરફ જઇ રહ્યા હતાં, ત્યારે પંચમહાલના શહેરા પાસેથી પોતાની કાર લઇને પસાર થઇ રહ્યા હતા તે સમયે તેમના મોબાઇલ ફોન ઉપર વિદેશી નંબર પરથી કોલ આવ્યો હતો. તેમાં કોઈ ઇસમ દ્રારા તમારાથી મે 10 મીનીટની દૂરી પર હું તુમ હિન્દુત્વકા ઝંડા લેકર ચલ રહા હે અબ હમ બતાયેગે કિતની ગોલી મારેગે! તુમારે શરીરમે છેદ કરેગે અબ તુમ્હારી ઉલટી ગિનતી ચાલુ હો ગઈ હે!" અને અપશબ્દો બોલીને ધમકી આપી હતી. જયારે ઉપદેશ રાણાએ હું આવી તારી ધમકીઓથી ડરવાનો નથી. તેમ જણાવ્યું હતું.
અવારનવાર આ રીતે તેમના મોબાઇલ પર ધમકી ભર્યા ફોન આવતા રહેતા હોવાથી તેમને આ કોલને પણ ગંભીરતાથી લીધો હતો અને તાત્કાલિક શહેરા પોલીસ મથક ખાતે પહોચી ગયા હતાં. પોલીસ મથકના PI એન. એમ.પ્રજાપતિને સમગ્ર હકીકત જણાવી હતી. આ મામલે પોલીસે ગંભીરતાથી લઇને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. જોકે ઉપદેશ રાણાને વીતેલા 24 કલાકમા તેમના મોબાઇલ ઉપર આ રીતે બીજી વખત જાનથી મારી નાખવાની ધમકી અજાણ્યા ઇસમો દ્રારા આપવામા આવી હતી.