સમગ્ર ગુજરાતમાં ઉતરાણ પર્વનો તહેવાર ધામધૂમથી ઉજવાતો હોય છે.14 મી જાન્યુઆરીના રોજ ઉતરાયણ પર્વને લઇને બજારમાં પતંગ અને દોરાનું વેચાણ શરૂ થઇ ગયુ છે.
ઉત્તરાયણ પર્વમાં ઘાતક સાબીત થનાર એવી પ્લાસ્ટિક સિન્થેટિક ચાઈનીઝ દોરીઓનું વેચાણ કરવા અને ઉપયોગ કરવા ઉપર પ્રતિબંધ મૂકવામા આવ્યો છે. આના કારણે પર્યાવરણને થતું નુકસાન તેમજ પશુ-પક્ષીઓના જીવ જતા હોય છે. જેને લઈને પંચમહાલ જિલ્લાના અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા તેમના ઉપયોગ પર પ્રતિબંધિત કરતું જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.
આ હુકમ અનુસાર જિલ્લામાં માનવ, પશુ-પક્ષીઓને નુકસાન પહોંચે તેવી પ્લાસ્ટિક સિન્થેટિક મટીરીયલમાંથી બનાવામાં આવતી ચાઈનીઝ દોરીઓ અને તુક્કલના વેચાણ કે, તેના ઉપયોગ કરવા પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.