ETV Bharat / state

ડિસ્કવર ઇન્ડિયા: જાણો પવિત્ર યાત્રાધામ પાવાગઢ વિશે, મહાકાળી શક્તિપીઠ - પાવાગઢ ન્યૂઝ

પંચમહાલ જિલ્લાના હાલોલ તાલુકાના રમણિય પર્વત પાવાગઢ ઉપર માઁ મહાકાળી બિરાજે છે. જે ભારતની 52 શક્તિપીઠમાની એક એવી પાવાગઢ શક્તિપીઠ તરીકે લાખો ભક્તોનું શ્રદ્ધાનું કેન્દ્ર બન્યું છે. નવરાત્રી પર્વમાં અહીં મોટી સંખ્યામાં લોકો ઉમટે છે.

ETV BHARAT
શક્તિપીઠ પાવાગઢ
author img

By

Published : Mar 5, 2020, 11:57 AM IST

Updated : Mar 5, 2020, 12:21 PM IST

પંચમહાલ: જિલ્લામાં વિવિધ જોવાલાયક સ્થળો આવેલા છે. જેમાં ઉંચા શિખરની ટોચ પર માઁ મહાકાળી પણ બિરાજમાન છે. જેને ભારત દેશમાં ફેલાયેલી 52 શક્તિપીઠોમાની એક ગણવામાં આવે છે. આ પર્વતની સાથે વિવિધ માન્યતાઓ પણ જોડાયેલી છે. જેમાં એક માન્યતા અનુસાર, દક્ષ પ્રજાપતિએ યજ્ઞમાં આમંત્રણ વિના પહોંચી પાવર્તીનું અપમાન કરતાં પાર્વતીએ યજ્ઞમાં કૂદીને પ્રાણત્યાગ કર્યો હતો. જેથી ક્રોધમાં આવેલા શંકરે પાર્વતીના શરીરને લઈને તાંડવ નુત્ય કર્યું હતું.

ETV BHARAT
શક્તિપીઠ પાવાગઢ

શંકરના ક્રોધથી બચવા ભગવાન વિષ્ણુએ સુદર્શન ચક્રથી તેમના શરીરના ટૂકડા કર્યા હતાં, જે પૃથ્વી પર પડયા હતા અને ત્યાં શક્તિપીઠની સ્થાપના કરવામાં આવી હતી. પાવાગઢ પણ આમાંની એક શક્તિપીઠ છે. અહીં માઁ મહાકાળીના દર્શન કરવા 2 પડાવ પાર કરવા પડે છે. જેમાં પાવાગઢની તળેટીથી માચી જવું પડે છે અને ત્યાંથી ઉડન ખટોલા અથવા પગથિયાં થકી નિજ મંદિર સુધી પહોંચી શકાય છે.

જાણો પંચમહાલ જિલ્લાનું પવિત્ર યાત્રાધામ અને શક્તિપીઠ પાવાગઢ વિશે

અહીં ખાસ કરીને ચૈત્રી નવરાત્રીમાં દર્શન કરવાનું ખાસ મહત્વ છે. જેમાં માત્ર સ્થાનિક ગુજરાતના જ નહીં પણ અન્ય રાજ્યો જેમકે, મહારાષ્ટ્ર અને રાજસ્થાનમાંથી પણ શ્રદ્ધાળુઓ દર્શન કરીને ધન્યતા અનુભવે છે. અહીં ગત 2 વર્ષથી પાવાગઢની પરિક્રમાનું પણ આયોજન કરવામાં છે. જેમાં સમગ્ર ગુજરાતમાંથી લોકો ભાગ લેવા ઉમટે છે.

ETV BHARAT
શક્તિપીઠ પાવાગઢ

અહીં પ્રવાસન ક્ષેત્રને વેગ આપવા માટે પાવાગઢ પાસે આવેલા વડા તળાવ પાસે દર વર્ષે જિલ્લા વહીવટી તંત્ર અને પ્રવાસન નિગમ દ્વારા પંચ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. માઁ મહાકાળીના દર્શન કરવાથી આસુરી શક્તિનો નાશ થાય છે, ત્યારે આજે પણ ભક્તોને માઁ મહાકાળી પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અહીં દર્શન કરવા મજબૂર કરે છે.

Last Updated : Mar 5, 2020, 12:21 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.