આપણે રોજબરોજ સરકારની બેદરકારીના કિસ્સાઓ સાંભળીએ છીએ અને સરકારને ગાળો પણ ભાંડીએ છીએ. જેના વ્યાજબી કારણો પણ છે. દરેક વસ્તુના બે પાસા હોય છે. તેમ સરકારના પણ બધા કાર્યો કંઈ વખોડવા લાયક નથી હોતા. સરકાર સામાન્ય લોકોના હિતને ધ્યાનમાં રાખીને અનેક નવી યોજના બહાર પાડે છે. જેનાથી લોકોને ઘણી સહાય મળે છે. જેનું એક ઉત્તમ ઉદાહરણ પંચમહાલના હાલોલ ગામમાં જોવા મળ્યું છે.
પંચમહાલના હાલોલમાં આવેલાં અમરાપૂરી ગામમાં દિવ્યાંગ પારૂલબેન બારીયા પોતાના પરિવાર સાથે રહે છે. તેઓ ચાલી અને બોલી શકતાં નથી. તે પોતાના પરિવારના કથડતી આર્થિક સ્થિતિને ટેકો આપવા માગતાં હતા. પરંતુ દિવ્યાંગતાના કારણે તેમને લોકો રોજગાર આપવાને બદલે દયા બતાવતા હતા. તે જોઈને તેમને નિરાશા મળતી હતી.
આ સમય દરમિયાન પારૂલબેનને કોઈએ સરકારી દિવ્યાંગ લગ્ન સહાય યોજનાની માહિતી મળી. ચેઓ ગોધરા સમાજસુરક્ષની કચેરીએ ગયા.જરૂરી દસ્તાવેજ આપ્યાં. જેના આધારે તેમને 50,000 રૂપિયાની રોકડ સહાય મંજૂર કરાઈ, અને તાત્કાલિન કલેકટરના હસ્તે ચેક અપાયો.
સરકાર તરફથી મળેલી આર્થિક સહાયથી પારૂલબેને નાનકડી દુકાન શરૂ કરીને શાકભાજીની સહિતની વસ્તનું વેચાણ શરૂ કર્યુ. અને મહિનાની 3000 રૂપિયાની આવકથી ધંધાની શરૂઆત કરી.આમ, શારિરીક અપંગતાને દૂર કરીને સરકારે પારૂલબેનને આર્થિક રીતે મજબૂત કર્યા છે. આજે તેઓ ખુશહાલ જીવન જીવી રહ્યાં અને દરેક પળે સરકારનો આભાર માની રહ્યાં છે.
ઉલ્લેખનીય છે કે, દિવ્યાંગ લગ્ન સહાય યોજના હેઠળ વર્ષ 2019થી 20 સુધીમાં 14 દિવ્યાંગ વ્યક્તિઓને મદદ કરવામાં આવી છે. આ યોજના લાભ 21/05/2016 પછી જે દિવ્યાંગના લગ્ન થયા હોય તે જોડાને આપવામાં આવે છે. લગ્ન કરેલાં જોડાના વ્યક્તિની 40 ટકાથી વધુ દિવ્યાંગ હોય તો રૂપિયા 50,000 સુધીની દિવ્યાંગ આપવામાં આવે છે.જો બંને વ્યક્તિ દિવ્યાંગ હોય તો 1 લાખ રૂપિયાની સંવેદના સહાય આપવામાં આવે છે.