કહેવાય છે કે, અડગ મનના માનવીને હિમાલય પણનડતો નથી, ત્યારે કંઈક આવું જશહેરા તાલુકાના ભોટવા ગામના દિવ્યાંગ રાજેશપગીએ કરી બતાવ્યું છે. રાજેશના માતા-પિતા તો ખેતીવાડી કરીને ગુજરાન ચલાવે છે. પરંતુ રાજેશેધોરણ-12 સુધી અભ્યાસ કરેલો છે. દાહોદ ખાતે આવેલી બ્લાઈન્ડ વેલ્ફેર કાઉન્સિલ દિવ્યાંગો માટે કામ કરતી એક સંસ્થા છે. રાષ્ટ્રીય માધ્યમિક શિક્ષા અભિયાન હેઠળ બીજાબાળકોને શોધીને તેમને પ્રોત્સાહન આપવાનો અને આર્થિક મદદ કરવાનું કાર્યકરે છે. ત્યારે આ સંસ્થા મહીસાગર, પંચમહાલ તેમજ દાહોદ એમ ત્રણ જિલ્લા હેઠળ કામ કરી રહીછે. આ સંસ્થામાં શિક્ષક તરીકે ફરજ બજાવતા કનુભાઈ સક્સેનાએ આ દિવ્યાંગ ખેલાડી રાજેશને શોધી કાઢ્યો અને તેની હેન્ડ બોલની રમત-ગમત પ્રત્યેની ખેલદિલીને જોઈને તેને તાલીમ આપવામાં આવી હતી.
ત્યારબાદ નેશનલ લેવલની એક સ્પર્ધામાં તેણે એકગોલ્ડ મેડલ પણ જીત્યો હતો. જ્યારે આંતરરાષ્ટ્રીય ગેમમાં જવા માટે હરિયાણા, દિલ્હી અને રાજસ્થાનમાં પણ તાલીમ કેમ્પમાં ભાગ લીધો. દુબઈના અબુધાબી ખાતે દિવ્યાંગો માટે વર્લ્ડ સમર ગેમ્સ સ્પેશ્યલ ઓલમ્પિકનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં રાજેશનની પસંદગી કરવામાં આવી હતી. આ ગેમમાં 192 દેશના 75થી સૌથી વધુ દિવ્યાંગ ખેલાડીઓએ ભાગ લીધો હતો. જેમાં ગુજરાતના 14દિવ્યાંગ ખેલાડીએ ભાગ લીધો હતો. પંચમહાલ જિલ્લામાંથી રાજેશ પગીની પસંદગી કરવામાં આવી હતી. તેમાં તેણે પોતાનું શ્રેષ્ઠ દેખાવ કરતાં તેણેગોલ્ડ મેડલ હાસિલ કર્યોહતો. નાનકડા ગામમાંથી આવતા રાજેશપગીએ દિવ્યાંગ હોવા છતાં અન્ય ખેલાડીઓ માટે એક પ્રેરણાતરીકેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું.