પંચમહાલ જિલ્લાની ગોધરાની શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી કેમ્પસ ખાતે યુનિવર્સિટી સાથે સંકળાયેલી કોલેજના વિદ્યાર્થીઓ માટે ટેબલેટ વિતરણ સમારંભ યોજવામાં આવ્યો હતો. હાલોલના ધારાસભ્ય અને રાજ્ય પ્રધાન હસ્તે તેમણે દીપપ્રાગટ્ય કરીને કાર્યક્રમને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. વિદ્યાર્થીઓ ડિઝિટલ ઇન્ડિયાના સ્વપ્નને સાકાર કરે તેમજ ટેક્નોલોજી ઇન્ટરનેટના માધ્યમથી શિક્ષણ મેળવે એ હેતુથી રાજ્ય સરકારની વિદ્યાર્થીલક્ષી મહત્વની યોજના હેઠળ કોલેજના વિધાર્થીઓને 1000 રૂપિયાના ટોકનના દરથી NAMO ટેબલેટ આપવામાં આવ્યા હતા.
આ યુનિવર્સિટિ સાથે સંલગ્ન 15 જેટલી કોલેજના વિધાર્થીઓને ટેબલેટ આપવામાં આવ્યા હતા. આ પ્રસંગે ગોધરાના ધારાસભ્ય સી કે રાઉલજી, સાંસદ રતનસિંહ રાઠોડ, વીસી પ્રતાપસિંહ ચૌહાણ, જિલ્લા કલેક્ટર અમિતકુમાર અરોરા, અને પોલીસ વડા લીનાબેન પાટીલ રજીસ્ટાર અનિલભાઈ સોલંકી સહિત વિવિધ કોલેજોમાં આવેલા વિદ્યાર્થીઓ તેમજ અધ્યાપક મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.