ETV Bharat / state

પંચમહાલના સીમલીયા ગામે આવેલી કોલેજમાં અસાઇમેન્ટ જમા ન કરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા હોબાળો

પંચમહાલ જિલ્લાના ઘોઘમ્બા તાલુકાના સીમલીયા ગામમાં આવેલી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં ગુરૂવારના રોજ યોજાયેલી કોલેજની ઇન્ટરનલ પરીક્ષામાં વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા પ્રવેશ આપવામાં ન આવતા વિદ્યાર્થીઓએ હોબાળો મચાવ્યો હતો.

author img

By

Published : Feb 28, 2020, 4:42 AM IST

પંચમહાલના સીમલીયા ગામે આવેલી કોલેજમાં અસાઇમેન્ટ જમા ન કરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા હોબાળો
પંચમહાલના સીમલીયા ગામે આવેલી કોલેજમાં અસાઇમેન્ટ જમા ન કરનાર વિદ્યાર્થીઓને પરીક્ષામાં ન બેસવા દેતા હોબાળો

પંચમહાલઃ જિલ્લાના અંતરિયાળ વિસ્તાર ઘોઘમ્બા તાલુકાના સીમલીયા ગામમાં આવેલી એસ.પી.પટેલ આર્ટ્સ કોલેજમાં બી.એના અભ્યાસ ક્રમના પ્રથમ, દ્વિતીય અને તૃતીય વર્ષની કોલેજની આંતરિક પરીક્ષા ચાલી રહી છે, તે દરમિયાન ગુરૂવારના રોજ ત્રણેય વર્ષમાં અભ્યાસ કરતા 200 ઉપરાંત વિદ્યાર્થીઓને કોલેજના આચાર્ય દ્વારા પરીક્ષા આપવા માટે બેસવા ન દેવામાં આવતા વિદ્યાર્થીઓએ હોબાળો કર્યો હતો.

વિદ્યાર્થીઓ આક્ષેપ કરી રહ્યા છે કે, કોલેજના આચાર્ય દ્વારા તેમની પાસે એસાઇન્મેન્ટના નાણાં માંગવામાં આવે છે અને જે નાણાં તેમજ એસાઇન્મેન્ટ જમા ન કરાવતા તમામ વિદ્યાર્થીઓને ગુરૂવારના રોજ પરીક્ષામાં પ્રવેશ આપવામાં આવ્યો નથી, વિદ્યાર્થીઓ દ્વારા આ બાબતને લઈને હોબાળો કરતા કોલેજના આચાર્ય દ્વારા પોલીસ બોલાવી વિદ્યાર્થીઓને કોલેજ કમ્પાઉન્ડમાંથી દૂર કરવામાં આવ્યા હતા.

કોલેજમાં ગુરૂવારે બી.એ પ્રથમ વર્ષની હિન્દી, દ્વિતીય વર્ષની ગુજરાતી અને તૃતીય વર્ષની સંસ્કૃત વિષયની પરીક્ષા યોજાઈ હતી, જેમાં એસાઇન્મેન્ટ જમા ન કરાવ્યા હોય તેવા વિદ્યાર્થીઓને પરીક્ષાથી દૂર રાખવામાં આવ્યા બાદ કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓને એસાઇન્મેન્ટ જમા કરાવ્યા બાદ રીટેસ્ટની ફી ભર્યા બાદ જ પરીક્ષા આપવા દેવામાં આવશે તેમ વિદ્યાર્થીઓ જણાવ્યું હતું,

વિદ્યાર્થીઓની માંગ છે કે એક વિષયના એસાઇન્મેન્ટના 200 રૂપિયા લેખે 7 વિષયના 1400 રૂપિયા દરેક વિદ્યાર્થી પાસે કોલેજ દ્વારા વસુલવામાં આવે છે તે બંધ કરવામાં આવે તેમજ રીટેસ્ટ ફી જે 100 રૂપિયા છે તે પણ બંધ કરવામાં આવે.

સમગ્ર મામલે કોલેજના આચાર્ય વિદ્યાર્થીઓ દ્વારા લગાવવામાં આવેલા તમામ આક્ષેપો ખોટા હોવાનું જણાવી રહ્યા છે, આચાર્યના મતે યુનિવર્સીટીના નિયમ પ્રમાણે એસાઇન્મેન્ટ દરેક વિષયના જમા કરાવ્યા બાદ જ પરીક્ષામાં બેસવા દેવામાં આવે છે, પરંતુ તે અંગેના કોઈ નાણાં વસુલવામાં આવતા નથી, કોલેજ દ્વારા નિયમ મુજબ જ પરીક્ષા યોજવામાં આવી રહી છે અને જે વિદ્યાર્થીઓએ એસાઇન્મેન્ટ જમા ન કરાવ્યું હોય તે વિદ્યાર્થીઓને પરીક્ષામાં બેસવા દેવામાં આવ્યા નથી, જેને લઈને આવા વિદ્યાર્થીઓ સાથે ગામના અસામાજિક તત્ત્વો સાથે મળીને કોલેજના ક્લાસરૂમમાં પ્રવેશ કરી પરીક્ષા આપી રહેલા વિદ્યાર્થીઓની ઉત્તરવહીઓ ફાડી નાખી હતી તેમજ પરીક્ષા પણ આપવા દીધી નહોતી .

સીમલીયા ગામમાં આવેલી કોલેજના આચાર્ય દ્વારા વિદ્યાર્થીઓએ લગાવેલા તમામ આક્ષેપો નકાર્યા છે, ત્યારે હવે એ સવાલ થાય છે કે આ તમામ ઘટનાક્રમ વચ્ચે ગુરૂવારના રોજ જેટલા વિદ્યાર્થીઓ પરીક્ષાથી વંચિત રહ્યા છે તે વિદ્યાર્થીઓની પરીક્ષા ક્યારે લેવામાં આવશે ?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.