આખરે સગીરાની ભાળ ન મળતા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. શહેરા તાલુકાના ખરેડીયા નિશાળ ફળીયામાં રહેતો રમેશ ઉર્ફ ગટીયો જે વ્યવસાયે રીક્ષા ચલાવતો હતો. આ દરમિયાન 14 વર્ષીય સગીરા સાથે આંખ મળી જતા પ્રેમ થઈ ગયો હતો. 3-5-19ના રોજ સગીરા ખેતરમાં પશુ ચરાવા જાઉં છું તેમ કહી નીકળી હતી.
ત્યારબાદ ઘરે પરત ન ફરતા પરિવારજનોમાં ચિંતાનું મોજુ ફરી વળ્યું હતું અને પરિવારજનો દ્વારા સગાસંબધીઓને ત્યાં શોધખોળ હાથ ધરાતા સગીરા મળી ન હતી. વધુ તપાસ કરતા સગીરાને રીક્ષાચાલક રમેશ ઉર્ફ ગટીયો લગ્નની લાલચ આપીને ભગાડી ગયો હોવાનું માલૂમ થયું હતું. પરીવારજનોએ આ મામલે શહેરા પોલીસ મથકે ફરિયાદ નોંધાવતા પોલીસે અપહરણ સાથે પોક્સો હેઠળ ફરિયાદ નોંધી તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.