ETV Bharat / state

પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી - Gujarati news

પંચમહાલઃ પંચમહાલમાં હિન્દુ સમાજની દિકરીએ પિતાનો અંતિમ સંસ્કાર કર્યો. સમાજના રિવાજ પ્રમાણે દીકરો જ પિતાને અગ્નિદાહ આપતો હોય છે. પરંતુ પરિવારમાં દિકરો ન હોવાથી દિકરીએ પિતાને મુખાગ્નિ આપી દીકરીની ફરજ નિભાવી હતી.

પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી
author img

By

Published : Jun 22, 2019, 5:09 PM IST

પંચમહાલમાં અણીયાદ ચોકડી વિસ્તારમાં રહેતા અશ્વિનભાઇ મગનલાલ પંચાલનું હ્દય રોગના હુમલા કારણે મોત નીપજ્યું હતુ. જેમને પુત્રી વૈશાલીએ સમાજિક વાડામાંથી બહાર નીકળી અગ્નિદાહ આપ્યો છે. સમાજ એવી રૂઢ માન્યતા છે કે,પિતાનો અંતિમ સંસ્કાર ફક્ત દીકારાના હાથે કરવામાં આવે છે. તો દીકરીને સ્મશાનમાં જવાની પણ પરવાનગી હોતી નથી. પણ હવે સમય બદલાયો છે. લોકો સમાજિક બંધનોને ઓળંગીને પરિવર્તન સ્વીકારવા લાગ્યા છે. જેનું આ એક ઉત્તમ ઉદાહરણ સામે આવ્યું છે.

pml
પંચમહાલમાં દિકરીએ પિતાને મુખાગ્નિ આપી
મૃતક અશ્વિનભાઇ પંચાલને દીકરો ન હોવાને કારણે તેમનો અગ્નિસંસ્કાર કોણ કરશે ? તેવો પ્રશ્ન ઉભો થયો હતો. ત્યારે પુત્રી વૈશાલીએ પરિજનોને પિતાને મુખાગ્નિ આપવાની ઇચ્છા જણાવી હતી અને પરિવારે વૈશાલીની ઇચ્છાને માન આપી તેના હાથે અગ્નિદાહ અપાવ્યો હતો.આમ, સમાજ રૂઢ માન્યાતાઓથી આગળ વધીને લાગણીને સ્થાન આપવાના માર્ગ પર આગળ વધી રહ્યો છે.

પિતાના મૃતદેહને મુખાગ્નિ આપીપુત્રીએ પુત્રધર્મ નિભાવ્યો.. પંચમહાલ, હિન્દુધર્મમાં પિતાનુ અવસાન થાય ત્યારે તેનો મોટાભાગે પુત્ર જ મુખાગ્નિ આપે છે.જો અવસાન પામનારનો પુત્ર ના હોય ત્યારે તેના નજીકના સગાસંબધીઓ અગ્નિદાહ દેતા હોય છે.પણ મોટાભાગે હિન્દુસમાજમા મૃતદેહને અગ્નિદાહ મહિલાઓ આપતી નથી.પરંતુ પંચમહાલના શહેરાનગરમાં રહેતા વેપારીનુ અવસાન થતા તેમના મૃતદેહને દીકરીએ મુખાગ્નિ આપીને પુત્રધર્મ નિભાવ્યો છે. સમાજના કેટલાક રીતીરિવાજો પુરુષોમાં સામેલ થાય મહિલાઓ કેમ નહી? વાત એમ બની કે પંચમહાલ જીલ્લાના શહેરા નગરમાં આવેલા અણીયાદ ચોકડી વિસ્તારમા રહેતા અને વેપારી એવા અશ્વિન ભાઈ મગનલાલ પંચાલનુ અચાનક હ્દયરોગના હુમલાથી અવસાન થયુ હતુ. અશ્વિનભાઈને સંતાનમાં માત્ર એક પુત્રી વૃશાલી હતી.ત્યારે સગાસંબધીઓની હાજરીમાં તેમની પુત્રીની ઇચ્છાને માન આપીને પિતાની અંતિમયાત્રામાં જોડાઈ અને પિતાના મૃતદેહને કાંધ આપી મરુડેશ્વર મંદિર પાસે આવેલા મુક્તિધામ ખાતે ભારે હૈયે અને રડતી આખે મુખાગ્નિ આપીને પોતે પૂત્ર સમોવડી હોવાનુ ઉદાહરણ પુરુ પાડ્યુ હતુ.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.