ETV Bharat / state

પંચમહાલ પોલીસ દ્વારા લોકડાઉનનું ઉલ્લધંન કરતા લોકો સામે કાર્યવાહી કરાઇ - લોકડાઉનનો ઉલ્લધંન

કોરોના વાઇરસ સંક્રમણ રોકવા હાલ ચાલી રહેલા લોકડાઉનનો ભંગ કરતા લોકો સામે પોલીસે કડક હાથે કામગીરી હાથ ધરી છે. પોલીસે લોકડાઉન દરમિયાન પંચમહાલ જિલ્લામાં 1033 વાહનો ડિટેઇન કરવા ઉપરાંત એક લાખ દંડ પણ વસૂલ્યો છે. 867 વ્યક્તિઓની અટકાયત કરી ડ્રોન અને CCTV કેમેરા સિસ્ટમ થકી 38 ગુના નોંધી કાર્યવાહી હાથ ધરી છે.

લોકડાઉનનો ઉલ્લધંન કરતા લોકો સામે કરાઇ કાર્યવાહી

author img

By

Published : Apr 7, 2020, 7:11 PM IST

પંચમહાલ : કોરોના વાઇરસ સંક્રમણ અટકાવવા દેશભરમાં લોકડાઉન લાગુ કરાયું છે. જે અંતર્ગત પંચમહાલ જિલ્લામાં આ સ્થિતિમાં લોકો પોતાના ઘરમાં જ રહે એવો શુભ આશય રાખે છે. પરંતુ લોકો કોઈને કોઈ બહાને માર્કેટમાં નીકળી પડે છે અને કેટલાક ધાબાઓ ઉપર એકત્ર થતા જોવા મળે છે. સૌને જાહેર સ્થળોએ સોશિયલ ડિસ્ટન્સ જાળવવા કરાયેલી અપીલની પણ લોકો અવગણના કરી રહ્યા છે.

જનહિતના મુદ્દે અપાયેલા લોકડાઉનનું પાલન કરાવવા પોલીસ સતત અપીલ કરી સમજાવી રહી છે તેમ છતાં નહિં માનતા લોકો સામે પોલીસ કાર્યવાહી કરી રહી છે. પંચમહાલ જિલ્લા પોલીસની પણ સક્રિય ભૂમિકા ભજવી લોકડાઉન દરમિયાન રવિવાર સુધીમાં જાહેરનામાંનો ભંગ કરતાં 767 વ્યક્તિઓ સામે ગનો દાખલ કરી કાર્યવાહી કરી છે.

ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટની જોગવાઈ અંતર્ગત બે ગુન્હા અને એપેડમિક એક્ટ સહિતના પાંચ ગુના દાખલ કરી કાર્યવાહી કરી છે. ખાસ કરીને પોલીસે લોકડાઉન અમલીકરણ માટે ડ્રોન અને સીસીટીવી કેમેરા સિસ્ટમનો ઉપયોગ શરૂ કર્યો છે, આજ સુધી ડ્રોન અને સીસીટીવી કેમેરા સર્વેલન્સ મારફતે કુલ 38 ગુના દાખલ કરવામાં આવ્યા છે.

આ કામગીરી આગામી દિવસોમાં પણ જારી રાખવામાં આવી છે. લોકડાઉન હોવા છતા વાહનો લઈ લટાર મારવા નીકળી પડતા ચાલકો પાસેથી 1033 વાહનો ડિટેઇન કર્યા છે અને એક લાખ દંડ પણ વસૂલવામાં આવ્યો છે.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.