- ગોધરામાં પોલીસે કાર્યવાહી કરી
- 2 જમ સંચાલક વિરુદ્ધ કાર્યવાહી
- બન્નેની કરાઈ અટકાયત
પંચમહાલઃ ગોધરાના ચિત્રારોડ અને બામરોલી રોડ પર આવેલા 2 જિમ સંચાલકો દ્વારા સરકારે જારી કરેલા જાહેરનામાનો ભંગ કરી પોતાના જિમ ખાના ચાલુ રાખી માણસોનું ટોળું ભેગું કરી જાહેરનામાનો ભંગ કરતા હોવાની માહિતી શહેર એ ડિવિઝન પોલીસને મળતા પોલીસે બન્ને સ્થળે જરૂરી તપાસ કરી કાર્યવાહી હાથ ધરતા જીમ સંચાલકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. આ સાથે કસરત કરવા માટે આવતા ગ્રાહકોમાં પણ પોલીસની કાર્યવાહીના પગલે દોડધામ મચી હતી.
આ પણ વાંચોઃ લોક માગને ધ્યાને રાખી પોરબંદર તાલુકા જિમ સેન્ટર શહેરની મધ્યમાં શરૂ કરાયુ
પોલીસે કરી અટકાયત
પોલીસે જીમ સંચાલક સલમાન હુસેન શેખ અને પરેશ પુરષોતમ સાવંત વિરુદ્ધ જાહેરનામા ભંગ હેઠળનો ગુનો નોંધી વહેલી સવારે જિમમાં કસરત અર્થે જતા ગ્રાહકોની પણ અટકાયત કરી પોલીસ મથક ખાતે લાવવામાં આવ્યા હતા. સરકાર દ્વારા કોરોનાને લઈ જમ બંધ રાખવાના સુચનો કરવામાં આવ્યા હોવા છતાં આ બન્ને જીમ સંચાલકોએ જીમ ચાલુ રાખતા શહેર પોલીસ ધ્વારા કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી.
આ પણ વાંચોઃ જિમ અને યોગ સેન્ટર માટે જાહેર કરવામાં આવી કેન્દ્ર સરકારની ગાઇડલાઈન, આરોગ્ય સેતુ એપ વિના પ્રવેશ નહીં મળે