ETV Bharat / state

ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન

પંચમહાલઃ જિલ્લાના વડા મથક ગોધરામાં રસ્તા પર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના મુખ્ય રસ્તાઓ ઉપર ઢોર અડીંગો જમાવી બેસી રહે છે. જેના કારણે વાહનચાલકો અને રાહદારીઓને ભારે હાલાકીનો સામનો કરવો પડે છે.

ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન
author img

By

Published : Aug 20, 2019, 7:30 PM IST

ગોધરામાં રસ્તા પર રખડતાં ઢોરથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. શહેરના બસ સ્ટેશન, ચર્ચ વિસ્તાર, પાંજરાપોળ અને ભૂરાવાવ વિસ્તારમાં રખડતા ઢોર રસ્તા પર અડિંગો જમાવે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યાં છે. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં આજદીન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન

ગોધરામાં રસ્તા પર રખડતાં ઢોરથી રાહદારીઓ અને વાહનચાલકો ત્રાહિમામ પોકારી ઉઠ્યાં છે. શહેરના બસ સ્ટેશન, ચર્ચ વિસ્તાર, પાંજરાપોળ અને ભૂરાવાવ વિસ્તારમાં રખડતા ઢોર રસ્તા પર અડિંગો જમાવે છે. જેના કારણે ગંભીર અકસ્માત સર્જાઈ રહ્યાં છે. આ મુદ્દે તંત્રમાં અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી. છતાં આજદીન સુધી કોઈ પગલાં લેવામાં આવ્યાં નથી. જેથી સ્થાનિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે.

ગોધરા શહેરમાં રખડતા ઢોરોના ત્રાસથી વાહનચાલકો પરેશાન
Intro:પંચમહાલ જિલ્લાના વડા મથક ગોધરા શહેરમાં રસ્તા ઉપર રખડતા ઢોરોનો ત્રાસ વધી રહ્યો છે. શહેરના આવેલા મુખ્ય રસ્તાઓ ઉપર આ ઢોરો અડીંગો જમાવી બેસી રહેતા વાહનચાલકો અને રાહદારીઓ માટે માથાના દુખાવા સમાન સમસ્યા બની છે.

Body:ગોધરા શહેરમાં દિનપ્રતિદિન વ્યાપ વધી રહ્યો છે. પાછલા કેટલાક સમયથી રસ્તા ઉપર રખડતા ઢોરોનો ત્રાસને કારણે આમ રાહદારીઓ અને વાહનચાલકો પરેશાન છે. શહેરમાં ધમધમતા બસ સ્ટેશનથી ચર્ચ વિસ્તાર,પાંજરાપોળ, તેમજ ભૂરાવાવ વિસ્તારમાં રખડતા ઢોરો રસ્તા ઉપર બેસીને અડિંગો જમાવીને
બેસી રહ્યા છે. તેના કારણે રસ્તા ઉપર જતાં રાહદારીઓને અને વાહનચાલકોને ભારે તકલીફ પડી રહી છે.વાહનચાલકોને પણ પોતાના વાહનો આ રખડતા ઢોરને કારણે પોતાના વાહનો ધીમા
પાડવાની ફરજ પડે છે.વધુમાં પાલિકા દ્રારા જે મોટી કચરપેટીઓ નો ભરાયેલો કચરો ખાતા આ ઢોરો જોવા મળ્યા હતા.ત્યારે આવી કચરાપેટીઓ યોગ્ય જગ્યાએ કે જ્યાં આવા ઢોરો પહોંચે જ નહીં તેવી જગ્યાએ મૂકવી જોઈએ.

ત્યારે પાલિકા તંત્ર દ્રારા ઢોર પકડવાની કામગીરી શરૂ કરવામાં આવી હોવાનું કહે છે.ત્યારે જોવાનું એ રહ્યું કે આ સમસ્યા દૂર થાય છે કે નહીં.

Conclusion:બાઇટ- ઇલેન્દ્ર ભાઈ પંચાલ ( ગોધરા નગર પાલિકા પ્રમુખ)

વિડીઓ જોઇન્ટ કરેલ છે.

ડે પ્લાન પાસ સ્ટોરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.