શાળામાં વાર્ષિકઉત્સવ દરમિયાન વિદ્યાર્થીઓ દ્વારા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો રજૂ કરવામાં આવ્યા હતા. આ સાથે સમગ્ર વર્ષ દરમિયાન યોજાયેલી વિવિધ સ્પર્ધાઓમાં પ્રતિભાશાળી વિદ્યાર્થીઓને ટ્રોફી અને ઇનામ વિતરણ કરવામાં આવ્યું હતું.
આ કાર્યક્રમમાં કપરાડા તાલુકાના ધારાસભ્ય જીતુભાઇ ચૌધરી, ગુજરાત પ્રદેશપ્રધાન કિરણબેન પટેલ, ગામના સરપંચ, જનતા કેળવણી મંડળના પ્રમુખ કેતન પટેલ અને બાબુભાઈ વરઠા સહિત મોટી સંખ્યામાં અગ્રણીઓ ઉપસ્થિત રહ્યા હતા.