ETV Bharat / state

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સજ્જ પંચમહાલ રેન્જ પોલીસ

પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા આગામી સમયમાં કોરોનાની સંભવિત ત્રીજી લહેર સામે જાનહાનિ ટાળવા માટે આગોતરા આયોજનના ભાગરૂપે પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલા તમામ પોલીસમથકે ફરજ બજાવતા એક-એક પોલીસકર્મીઓ પસંદગી કરીને ટીમ બનાવવામાં આવી હતી, જેનાં માટે ખાસ તબીબી તાલીમનું ગોધરા ખાતે આવેલા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં જિલ્લા પોલીસ અધિક્ષક સહિત આમંત્રિત તબીબ દ્વારા મહત્વની જાણકારી પૂરી પાડવામાં આવી હતી.

police
કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સજ્જ પંચમહાલ રેન્જ પોલીસ
author img

By

Published : Aug 14, 2021, 11:51 AM IST

  • કોરોનાની ત્રીજી લહેરને પહોંચી વળવા પંચમહાલ પોલીસ સતર્ક
  • દરેક પોલીસ સ્ટેશનમાંથી એક અધિકારીની પંસગી કરી બનાવવામાં આવી ટીમ
  • તબીબોએ પોલીસ અધિકારીઓને આપી તાલિમ

પંચમહાલ:રાજ્યમાં હાલ કોરોનાના કેસોમાં ધરખમ ઘટાડો થયો છે, વૈશ્વિક મહામારી કોરોનાની પ્રથમ લહેર બાદ ઉદભવેલી બીજી લહેર ઘાતક નીવડી હતી, પ્રજાની સેવામાં સતત ખડેપગે રહેતા રાજ્યના કેટલાક પોલીસકર્મીઓએ પણ કોરોનાની બીજી લહેર દરમિયાન જીવ ગુમાવ્યો હતો. આગામી સમયમાં જો કોરોનાની સંભવિત ત્રીજી લહેર ઉદભવે તો તેની સામે કેવી રીતે લડત આપી શકાય તે માટે પંચમહાલ જિલ્લા પોલીસ દ્વારા ખાસ તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું.

પોલીસને આપવામાં આવી તાલિમ

મહીસાગર જિલ્લા નાયબ પોલીસ અધિક્ષક હાર્દિક પ્રજાપતિ અને સિવિલ હોસ્પિટલના તબીબ ઇકરામ જમનુંની ઉપસ્થિતિમાં ગોધરા શહેરના પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે આવેલા જિલ્લા તાલીમ કેન્દ્ર ખાતે આજરોજ(શુક્રવારે) તાલીમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં ગોધરા રેન્જમાં આવેલા પંચમહાલ, દાહોદ અને મહીસાગર જિલ્લામાં આવેલા તમામ પોલીસમથકે ફરજ એક એક કર્મચારીઓને તાલીમમાં બોલાવવામાં આવ્યા હતા.

કોરોનાની સંભવિત ત્રીજી લહેરને પહોંચી વળવા સજ્જ પંચમહાલ રેન્જ પોલીસ

આ પણ વાંચો: સ્કૂલ ઓફ કોમર્સમાં કૌટીલ્ય મ્યુઝિયમ ઓફ એકાઉન્ટન્સીનું શિક્ષણપ્રધાને કર્યું ઉદ્ઘાટન

તબીબોને આંમત્રિત કરવામાં આવ્યા

ગોધરા શહેરમાં આવેલા જનરલ હોસ્પિટલના તબીબને પણ આમંત્રિત કરવામાં આવ્યા હતા, જેમાં તબીબી જ્ઞાન ધરાવતા અને વિજ્ઞાન પ્રવાહ સાથે સંકળાયેલા પોલીસકર્મીઓને કોરોના સંક્રમણને અટકાવવા માટેના પગલાંઓ, કોરોના વાયરસનાં ચેપ દરમિયાન કેવી કાળજી લઈ શકાય, તબીબી સાધનો, ઇમરજન્સી સમયે લેવામાં આવતા પગલાંઓ જેવી બાબતો વિશે સમજ આપવામાં આવી હતી. દરેક પોલીસમથકના પોલીસકર્મીની એક એક ટીમ બનાવવામાં આવશે, જે ટીમને પોલીસ વિભાગના ઉચ્ચ અધિકારીઓ સાથે સાંકળવામાં આવશે.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.