પંચમહાલ જિલ્લામાં છાસવારે ગેરકાયદેસર રીતે પશુઓની હેરાફેરી કરવામા આવે છે. અને નીતનવા નુશખા અપનાવી પોલીસને થાપ આપવામાં આવે છે. જિલ્લાની શહેરા પોલીસે ચાર જેટલા પશુઓને કતલખાને જતા બચાવ્યા છે. પોલીસ પેટ્રોલિગમાં હતી ત્યારે શહેરા-ગોધરા હાઇવે માર્ગ ઉપર તાડવા ગામ પાસે એક પસાર થતી મેકસગાડીને રોકવામાં આવતા તેમા ભેસોને પાણીઘાસ ચારો આપ્યા વગર ક્રુર રીતે બાંધી રાખવામાં આવી હતી.
આ મામલે ચાલક ઉમરફારુક ચાંદા (ગોધરા)ને પુછપરછ કરવામાં આવતા કોઇ જવાબ ન આપી શકતા પોલીસને શંકા ગઈ હતી. આથી શહેરા પોલીસે ભેસો તેમજ ટેમ્પા સહિત કુલ ૨,૧૦,૦૦૦નો મુદામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. આ ચાર ભેસોને ગોધરાની જીવ કલ્યાણ ગૌશાળા ખાતે પોલીસ દ્વારા ખસેડવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ગોધરા-દાહોદ હાઇવેમાર્ગ ઉપર કારમાં લઈ જવાતા અને ક્રુર રીતે બાંધી રાખેલા ગૌવંશને પોલીસે-ગૌરક્ષકોએ બચાવી લીધા હતા.