પંચમહાલઃ કોરોનાના વધતા કેસને લઈ પંચમહાલ જિલ્લાના ગોધરામાં તમામ વેપારી વર્ગ દ્વારા કોરોના સંક્રમણને અટકાવવા માટે અનેક પગલાં લેવામાં આવી રહ્યા છે. ઘોઘમ્બા તાલુકાના રીંછવાણી ગામના 250 જેટલા નાના-મોટા વેપારીઓએ સંક્રમણને અટકાવવા રીંછવાણી ખાતે સવારે 8 થી 4 વાગ્યા સુધી જ દુકાનો ખુલ્લી રાખવાનો નિર્ણય કર્યો છે.
વેપારીઓ પ્રજાને સહકાર આપવા માટે આહ્વાન કરી રહ્યા છે, તેમજ વેપારીઓની મળેલી મિટિંગમાં નિર્ણય લેવાયો છે કે કોઈ પણ ગ્રાહક માસ્ક વગર વસ્તુ લેવા આવશે તો તેને માલ આપવામાં આવશે નહી. વર્તમાન સમયમાં કોરોના વાઇરસના વધી રહેલા કેસને ધ્યાનમાં રાખી દરેક વેપારીઓએ પોતાની દુકાનો ખોલવા માટેનો સમય સવારના 8 થી સાંજના 4 વાગ્યા સુધી રાખ્યો છે. વેપારી એસોશીએશને નક્કી કર્યું છે, કે માસ્ક વગર ખરીદી કરવા આવતા ગ્રાહકોને માલ સામાન આપવો નહી, જેથી તમામ લોકો અગમચેતીના ભાગ રૂપે ફરજીયાત પણે માસ્ક પહેરશે. જયારે વેપારી એસોશીએશને પ્રજાને આહ્વાન કર્યું છે કે હાલ ચાલી રહેલી મહામારીમાં લોકો વેપારી વર્ગને સહકાર આપે.