પંચમહાલ લોકસભાના ભાજપના ઉમેદવાર રતનસિંહે રાઠોડે આજે પોતાના વતન લકડીપોયડા ખાતેથી પોતાના સર્મથકો સાથે ઉમેદવારી ફોર્મ ભરવા રેલી સ્વરુપે નીકળ્યા હતા. ગોધરા ખાતે આવેલા ભાજપના મધ્યસ્થ કાર્યાલય ખાતે આવી પહોંચ્યાં હતા. જ્યાં શિક્ષણ પ્રધાન ભુપેન્દ્રસિંહ ચુડાસમા અને રાજ્ય પ્રધાન જયદ્રથસિંહ પરમાર સહિત પ્રભારી પરાક્રમસિંહ જાડેજાએ ફુલહારથી સ્વાગત કર્યું હતું, ત્યારબાદ ચર્ચ સર્કલથી રોડ શો યોજ્યો હતો. પાંજરાપોળ થઈને ચિત્રારોડ, વિશ્વકર્મા ચોક થઈ સીવિલ લાઇનરોડ ઉપર વિવિધ સમાજના લોકોએ તેમનું સ્વાગત કર્યું હતું.
ત્યારબાદ તેમને સરદાર પટેલ અને બાબા આંબેડકરની પ્રતિમાને હાર ચઢાવ્યાં હતા. જિલ્લા સેવાસદન ખાતે પહોંચી કલેક્ટર ઉદિત અગ્રવાલને ઉમેદવારી ફોર્મ સુપરત કર્યુ હતું. પત્રકારો સાથેની વાતચીતમાં રતનસિહ રાઠોડે જણાવ્યું કે, પોતે 3 લાખથી વધુ મતોથી જીતશે. હું રેલ્વે, રસ્તા તેમજ GIDCના પ્રશ્નોની વાત કરીશ.