મુલાકાત લેવા આવેલ NAACની ટીમમાં ત્રણ સભ્યો કેરલામાં આવેલી સંસ્કૃત યુનિના વાઇસ ચાન્સલેર ધર્મરાજન, ચેન્નઈથી રાજલક્ષ્મી અને મુંબઈથી અનુરાધાજી આવ્યા હતા. શહેરા કોલેજ દ્વારા તેમનું સ્વાગત કરવામા આવ્યુ હતું, ત્યાર બાદ તેઓએ કોલેજની વિવિધ વિભાગોની મુલાકાત લઇને કોલેજની કામગીરીનું નિરીક્ષણ કર્યું હતું.
કૉલેજના આચાર્ય અને અધ્યાપકગણની સાથે પણ મીટીંગ યોજીને માહિતી મેળવી હતી. તેમજ વિધાર્થીઓ દ્વારા તૈયાર કરવામાં આવેલા એસાઈનમેન્ટની પણ કામગીરી નિહાળી હતી. કોલેજની કામગીરીનું પ્રેઝન્ટેશન પણ તેમણે નિહાળ્યું હતું, ત્યારબાદ તેમને કૉલેજના 3 વર્ષના વિધાર્થીઓ સાથે મીટીંગ યોજી હતી અને ચર્ચાવિચારણા કરી હતી.
કોલેજ પ્રશાસન દ્વારા એક સાંસ્કુતિક કાર્યક્રમનું આયોજન રાખવામાં આવ્યું હતું. જેમાં NAACની ટીમનું વિધાર્થીઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું, ત્યાર બાદ કોલેજની વિધાર્થી અને વિધાર્થીનીઓ દ્વારા ગરબા, નૃત્ય, ગીત તેમજ માઇમ સહિતના કાર્યક્રમ રજૂ કર્યા હતા. સંતરામપુર વિસ્તારના નૃત્યકલાકારોએ પંચમહાલના જાણીતા ગફૂલી નૃત્યની પરંપરાગત વાદ્યો સાથે રમઝટ જમાવી હતી. જેને NACCની ટીમના સભ્યોએ પણ આ કાર્યક્રમને માણ્યો હતો.
ઉલ્લેખનીય છે કે, NAAC ( Nationl Assessment and Accreditation council) નામથી ઓળખાય છે અને કોલેજોમાં તે શૈક્ષણિક તેમજ અન્ય ચાલતી તમામ કામગીરીનું નિરીક્ષણ કરે છે અને તેમને ગ્રેડ આપવામા આવે છે.