પંચમહાલઃ જિલ્લા વિકાસ અધિકારીના સીધા માર્ગદર્શન હેઠળ શરૂ કરવામાં આવેલા આ રાત્રી OPDને જિલ્લામાંથી ખૂબ જ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. જિલ્લાના સાત તાલુકાના 18.60 લાખ જેટલી વસ્તીઓમાંથી મોટા ભાગના લોકો ગ્રામીણ વિસ્તારમાં રહે છે.
પંચમહાલ આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લામાં 50 પ્રાથમીક આરોગ્ય કેન્દ્ર અને 6 શહેરી આરોગ્ય કેન્દ્ર આવેલા છે. જિલ્લાના મોટાભાગના નાગરિકો ગ્રામ્ય અને છુટા છવાયેલા વિસ્તારમાં વસવાટ કરીને ખેતી તેમજ મજૂરી કામ કરીને ગુજરાન ચલાવે છે.
પંચમહાલ જિલ્લાના જિલ્લા વિકાસ અધિકારીના માર્ગદર્શન હેઠળ આરોગ્ય વિભાગે રાત્રી OPDનું આયોજન ડિસેમ્બર 2019માં ચાલુ કર્યું હતું. જેથી ગરીબ અને મજુરી કામમાં દિવસભર વ્યસ્ત રહેતા ગ્રામજનોને રાત્રી OPDનો લાભ મળે અને તેઓના રોગો નિદાન રાત્રી દરમિયાન કરે તે માટે આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાત રાજયમાં ફક્ત પંચમહાલના 1719 ગામોમાં ચાલતી રાત્રી OPDમાં 67893 જેટલા દર્દીઓની સારવાર અત્યાર સુધી કરવામાં આવી છે. રાત્રી OPDથી મજૂરી વર્ગ અને કામદારોને ફાયદો થતાં લોકોમાં આરોગ્ય સેવાઓ વિષયક જાગૃતિ આવી છે. આરોગ્ય કેન્દ્રમાં રાત્રી OPDથી શરૂ થતાં લોકોનો સારો પ્રતિસાદ મળી રહ્યો છે.
જિલ્લા આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી રાત્રી OPD દરમિયાન હાલ ગંભીર બિમારીના 1,867 કેસો નોધાયાં છે. રાજય સરકારે પંચમહાલ જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા ચાલતી રાત્રી OPDને પુરા રાજ્યમાં અમલીકરણ કરવા માટે જિલ્લા વિકાસ અધીકારી પાસે રાત્રી OPDની પદ્ધતિ માગી છે.
આરોગ્ય વિભાગ દ્વારા શરૂ કરવામાં આવેલી રાત્રી OPDમાં ગ્રામ્ય વિસ્તારના લોકો માટે હાલ આશીર્વાદરૂપ સાબિત થઇ છે. જિલ્લાના પ્રાથમિક.આરોગ્ય કેન્દ્રમાં ચાલતી રાત્રી OPDમાં ડાયાબીટીસના 100 દર્દી, બલ્ડપ્રેશનના 88, ચામડીના રોગના 104, શંકાસ્પદ ટીબીના 19, માનસીક-મગજના રોગના 11, જોખમી માતાના 1040 દર્દીઓની તપાસ કરી સારવાર પણ કરાવવામાં આવી છે.
- મળી આવેલા ગંભીર રોગોની સંખ્યા- 1867
- લાભ લીધેલા લાભાર્થીઓની સંખ્યા - 67893
- રાત્રી OPD ચાલતાં ગામોની સંખ્યા- 1719