પંચમહાલ: જિલ્લાની તમામ કોર્ટમાં રાષ્ટ્રીય લોક અદાલત યોજાશે. જે રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ, નવી દિલ્હીના આદેશથી તેમજ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળ, અમદાવાદના માર્ગદર્શન હેઠળ પ્રિન્સિપલ ડીસ્ટ્રીક્ટ એન્ડ સેશન્સ કોર્ટ, પંચમહાલ જે.આર શાહેબના અધ્યક્ષ સ્થાને યોજવામાં આવશે.
આ લોક અદાલતમાં તમામ પ્રકારના સમાધાનપાત્ર પેન્ડિંગ કેસ જેમ કે, ક્રિમિનલ કંમ્પાઉન્ડેબલ ઓફેન્સ, નેગોસીએબલ ઇન્સ્ટ્રુમેન્ટ એક્ટ-138 હેઠળના કેસ, બેન્ક રિકવરીના કેસ, MACT કેસ, મેટ્રિમોનિયલ કેસ, લેબર ડિસ્પ્યુટ કેસો, ઈલેક્ટ્રીક અને વોટર બિલ (ચોરીના નોન-કંપાઉન્ડેબલ સિવાય) કેસ, સર્વિસ મેટર જેમાં પગાર ભથ્થા અને નિવૃત્તિના લાભોને લગતા કેસ, LAR, રેવન્યુ કેસ, અન્ય સિવિલ કેસ અને પ્રિ- લીટીગેશનના કેસ વગેરે સમાધાન અર્થે મૂકી શકાશે. મોટા પ્રમાણમાં લોકો સમાધાન કરીને વિવાદમુક્ત બને તે હેતુથી નેશનલ લોક અદાલતનું આયોજન કરવામાં આવ્યું છે.