ETV Bharat / state

મધ્યપ્રદેશની મહિલાનો સખી વનસ્ટોપ સંંસ્થાએ કરાવ્યો મેળાપ

ગોધરાઃ સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત સખી વનસ્ટોપ કેન્દ્રના સંચાલકોએ પોતાના પતિ સાથે અણબનાવ થતા ઘર છોડી ભાગી આવેલી મધ્યપ્રદેશની મહિલાનું કાઉન્સલિંગ કરીને તેમના પરિવારજનોને સોપવામાં આવી હતી. આ મહિલા તાજપુરા પાસે નિઃસહાય હાલતમાં મળી આવતા એક રહીશ દ્વારા અભયમ 181 મહિલા હેલ્પલાઇનને જાણ કર્યા બાદ મહિલાને ગોધરા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી.

godhra
author img

By

Published : Jul 6, 2019, 10:25 AM IST

ગોધરાના રહીશ રમેશભાઈએ સીપા ( તાજપુરા) ગામે નિઃસહાય અને માનસિક રીતે અસ્થિર જણાતી મહિલાને જોતાં તેમણે 181 અભયમ મહિલા હેલ્પ લાઇનને ફોન કરી મહિલા વિશે માહિતી આપી હતી. અભયમની ટીમે તરત સ્થળ ઉપર પહોંચી જઈ ગોધરા લાવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરને તેનો કબજો સોંપ્યો હતો.

ત્યા મહિલાની માનસિક અને શારીરિક હાલત જોતા તેની સિવિલ હોસ્પિટલમાં સતત 8 દિવસ સારવાર કરાવી હતી. આ દરમિયાન તેમણે આ બહેનનું સતત કાઉન્સેલિંગ કરી તેમનું નામ અને સરનામું મેળવ્યું હતું, જેમાં ખબર પડી કે, ગોરખીબેન નામ ધરાવતી આ મહિલાએ પતિ સાથે અણબનાવ થતા તેણે ઘર છોડી દીધું હતું.

ગોરખીબેન સ્વસ્થ થતા તેમને લઈને સખી કેન્દ્રના સંચાલક કલ્પનાબેન જાદવ, મલ્ટીપર્પઝ વર્કર હેતલબેન નાયક, એ.એસ.આઈ મીરાબેન અને હેડ કોન્સ્ટેબલ રંજનબેનની ટીમ મધ્યપ્રદેશમાં બડનગર ગઈ હતી. ત્યાંની સ્થાનિક પોલીસે સ્થાનિક બોલીમાં ગોરખીબેનની પૂછપરછ કરતાં તેણે અગાઉ જણાવેલ સરનામું ખોટું નીકળ્યું હતું. પછી તેમની પાસેથી સાચું સરનામું મેળવી ટીમ ધાર જિલ્લાના સરદારનગર તાલુકાના શંકરપુરા ગામે જઇને ગોરખીબેનનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.

Intro:ગોધરા સિવીલ હોસ્પિટલ ખાતે કાર્યરત
સખી વન સ્ટોપ કેન્દ્રના સંચાલકોએ પોતાના પતિ સાથે અણબનાવ થતા ઘર છોડી ભાગી આવેલી મધ્યપ્રદેશની મહિલાનુ કાઉન્સલિંગ કરીને તેમના પરિવારજનોને સોપતા આનંદની સાથે લાગણી સભર દ્દશ્યો સર્જાયા હતા.આ મહિલા તાજપુરા પાસે નિસહાય હાલતમાં જોવાતા એક રહીશ દ્વારા અભયમ ૧૮૧ને મહિલા હેલ્પલાઇન ને જાણ કર્યા બાદ મહિલાને ગોધરા ખાતે સખી વન સ્ટોપ સેન્ટર ખાતે રાખવામાં આવી હતી.

Body:ગોધરાના રહીશ રમેશભાઈએ સીપા ( તાજપુરા) ગામે નિસહાય અને માનસિક રીતે અસ્થિર જણાતી મહિલાને જોતાં તેમણે ૧૮૧ અભયમ મહિલા હેલ્પ લાઇનને ફોન કરી મહિલા વિશે માહિતી આપી હતી. અભયમની ટીમે તરત સ્થળ ઉપર પહોંચી જઈ ગોધરામાં લાવી સિવિલ હોસ્પિટલ ખાતે આવેલા સખી વન સ્ટોપ સેન્ટરને તેનો કબજો સોંપ્યો હતો.
ત્યા મહિલાની માનસિક અને શારીરિક હાલત જોતા તેની સારવાર સિવિલ હોસ્પિટલમાં સતત ૮ દિવસ સુધી કરાવી હતી. આ દરમિયાન તેમણે આ બહેનનું સતત કાઉન્સેલિંગ કરી તેમનું નામ અને સરનામું મેળવ્યું હતું, જેમાં ખબર પડી કે ગોરખીબેન નામ ધરાવતી આ મહિલાએ પતિ સાથે અણબનાવ થતા તેણે ઘર છોડી દીધું હતું.
ગોરખીબેન સ્વસ્થ થતા તેમને લઈને સખી કેન્દ્રના સંચાલક કલ્પનાબેન જાદવ, મલ્ટીપર્પઝ વર્કર હેતલબેન નાયક, એ.એસ.આઈ મીરાબેન અને હેડ કોન્સ્ટેબલ રંજનબેનની ટીમ મધ્યપ્રદેશમાં બડનગર ગઈ હતી. ત્યાંની સ્થાનિક પોલીસે સ્થાનિક બોલીમાં ગોરખીબેનની પૂછપરછ કરતાં તેણે અગાઉ જણાવેલ સરનામું ખોટું નીકળ્યું હતું. પછી તેમની પાસેથી સાચું સરનામું મેળવી ટીમ ધાર જિલ્લાના સરદારનગર તાલુકાના શંકરપુરા ગામે જઇને ગોરખીબેનનો પરિવાર સાથે મેળાપ કરાવ્યો હતો.
Conclusion:ગોરખીબેનને જોતા તેમનો પરિવાર લાગણીસભર બન્યો હતો.પરિવારે પણ હવેથી ગોરખીબેનને સારી રીતે રાખવાની ખાતરી આપી ટીમનો આભાર માન્યો હતો.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.