ETV Bharat / state

શહેરાના પ્રેમી યુગલે કૂવામાં ઝંપલાવી મોતને વહાલું કર્યું - news in Panchmahal

પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામે પ્રેમી પંખીડાએ કૂવામાં પડતું મૂકી આપઘાત કર્યો હતો. આ પ્રેમી પંખીડાના આપઘાતને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઇ હતી.

shehra
પંચમહાલ
author img

By

Published : Jun 21, 2020, 2:55 PM IST

Updated : Jun 23, 2020, 2:53 PM IST

પંચમહાલ: જિલ્લાના શહેરા તાલુકાના ગાંગડીયા ગામના નવાપુરા ફળિયામાં રહેતી 16 વર્ષીય તેજલ અર્જુનભાઈ ડામોર તેમજ તેજ ફળિયામાં રહેતો 21 વર્ષીય વિપુલ ઉદેસિંહ પટેલ આ બંને વચ્ચે પ્રેમ સંબંધ હોવાથી ગત 18 જૂનના રોજ આ બંને કોઈને કહ્યા વગર ઘરેથી ક્યાંક નીકળી ગયા હતા. આ પ્રેમી પંખીડા એક જ ફળિયામાં રહેતા હતા. જેથી તેમના લગ્ન થઈ શકે તેમ ન હોવાથી તેમજ પરિવારજનો તેમના આ સંબંધને નહીં સ્વીકારે એમ સમજી બંને પ્રેમી પંખીડાએ ગામમાં જ આવેલા કૂવામાં ઝંપલાવી પોતાના જીવનનો અંત લાવ્યો હતો.

આ ઘટનાની જાણ શહેરા પોલીસ મથકે કરવામાં આવતા પોલીસે ઘટના સ્થળે પહોંચી બંનેના મૃતદેહને કુવામાંથી બહાર કાઢી શહેરા ખાતે પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યા હતા. આ પ્રેમી પંખીડાના આપઘાતને લઈને પરિવારજનોમાં શોકની લાગણી છવાઈ ગઇ હતી.

Last Updated : Jun 23, 2020, 2:53 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.