પંચમહાલઃ સુરતથી બાંસવાડા પોતાના વતનમાં પગપાળા પરત જતા શ્રમિકો પાસેથી નાણાં પડાવી લેવાની ઘટના બની છે. જેમાં ગોધરા-દાહોદ બાયપાસ હાઇવે પર અજાણ્યા શખ્સોએ શ્રમિકોને દારૂની હેરાફેરી કરો છો તેવો આક્ષેપ કરી પોલીસમાં ફરિયાદ કરી દેવાની ધાક-ધમકી આપી નાણાં પડાવી લીધા હતા.
જેને લઈ શ્રમિકો દ્વારા ગોધરા બી ડિવિઝન પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે. પોલીસે અજાણ્યા ઈસમો સામે ગુનો નોંધી હાઇવે પરના સીસીટીવીના આધારે વધુ તપાસ હાથ ધરી છે.