પંચમહાલ : જિલ્લાની શહેરા વિધાનસભાના પ્રચાર દરમિયાન ભાજપ કાર્યકરને મારમારી લઈને ગાડીને નુકસાન પહોંચાડવાના કેસમાં કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગીની આગોતરા જામીન અરજી ગોધરા સેશન્સ કોર્ટે નામંજૂર કરી છે. આ ઘટનામાં શહેરા પોલીસ મથકે વિધાનસભા ચૂંટણીના પ્રચાર સમયે સાત વ્યક્તિઓ સામે નામજોગ અને આશરે 50 ના ટોળા સામે જીવલેણ હુમલો અને રાયોટીંગની જોગવાઈ મુજબ ફરિયાદ નોંધાવી હતી, ત્યારબાદ પોલીસ દ્વારા હાલ સુધી આઠ આરોપીઓની આ ગુનામાં ધરપકડ કરવામાં આવી હતી. આ આરોપીઓએ કોર્ટમાં નિયમિત જામીન અરજી તેમજ ખાતુ પગીએ (Shahera Assembly Candidate) પોતાનું નામ આ ગુનામાં ધરપકડની શકયતાઓને જોતા આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરવામાં આવી હતી, જે નામંજૂર થતાં હવે મુદ્દો ગરમાયો છે. (Shahera assembly seats)
શું હતો સમગ્ર મામલો ન્યાયાલયના સુત્રો અનુસાર સમગ્ર પંચમહાલ જિલ્લામાં ચકચાર જગાવનાર બનાવની હકીકત એવી છે કે, શહેરા ખાતે કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગી પોતે પોતાના કાર્યકર્તાઓ સાથે ફોર્મ ભરવા માટે આવ્યા હતા. આ દરમિયાન અણીયાદ ચોકડી પાસે ભાજપની ગાડીને ઉભી બજારમાં તોડફોડ કરી અને રંગીત નામના ભાજપના કાર્યકરને ઢોર માર મારવામાં આવતા, ત્યાં બંદોબસ્તમાં શહેરાના ડી સ્ટાફના PSI કામોલ ત્યાંથી પસાર થઈ રહ્યા હતા. આ બનાવ વધુ ગંભીર ના બને એ માટે વારંવાર સૂચનાઓ આપી હતી. પરંતુ ટોળું વિખરાયેલું નહતું ના છુટકે PSI કામોલને ટોળું વિખેરવા માટે સર્વિસ રિવોલ્વરમાંથી હવામાં એક રાઉન્ડ કરવાની ફરજ પડી હતી તેમ છતાં ટોળું ઉગ્ર બન્યું હતું. (BJP Congress between Clashes in Shahera)
30થી 50 ટોળા સામે ફરિયાદ શહેરા પોલીસ સ્ટેશનમાં PSI એસ.એલ. કામોલે સાત આરોપી સામે નામજોગ અને 30થી 50 ટોળા સામે ફરિયાદ નોંધાવી હતી. આ ગુનામાં પકડાયેલા આરોપી દ્વારા સેશન્સ કોર્ટમાં નિયમિત જામીન અરજી પોતાના વકીલ મારફતે (khatu pagi against Complaint) રજૂ કરવામાં આવી હતી. જ્યારે કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગીએ પોતાના વકીલ મારફતે ઉક્ત ગુનામાં પોતાની ધરપકડની શકયતાઓ વ્યક્ત કરી પોતાની કોઈ ભૂમિકા નહીં હોવા સહિતની વિગતવાર આગોતરા જામીન અરજી સેશન્સ કોર્ટમાં દાખલ કરવામાં આવી હતી. જે જામીન અરજીઓની સુનાવણી થતાં જિલ્લા સરકારી વકીલ રાકેશ એસ ઠાકોરની વિગતવારની દલીલો અને પોલીસ અધિકારી દ્વારા કરવામાં આવેલી વિગતવારના એફીડેવીટને ધ્યાનમાં લઇ પંચમહાલ જિલ્લાના એડિશનલ સેશન્સ જજ એચ.પી.મહેતાએ કોંગ્રેસના ઉમેદવાર ખાતુ પગીની આગોતરા જામીન અરજી તેમજ અન્ય આરોપીઓની નિયમિત જામીન અરજી નામંજૂર કરવામાં આવી છે. આ જામીન અરજી નામંજૂર થતાં સમગ્ર પંચમહાલ જિલ્લામાં રાજકીય હડકંપ મચી જવા પામ્યો છે. (Khatu Pagi Bail in Shahera)
કાયદાના આ પેચમાં શુ થશે મળતી માહિતી અનુસાર ખાતુ પગીની જો વાત કરવામાં આવે તો, વર્ષોથી ભાજપ સાથે રહી કામગીરી કરી અને જેઠા ભરવાડના અંગત તરીકે એમની ગણના થતી. પરંતુ છેલ્લી 2 ટર્મથી ખાતુ પગીએ રાજકારણમાં આ વિસ્તારમાં પોતાના જાતિના લોકોના વધુ મત હોય જેને લઈ જાતિગત સમીકરણોને લઈ પોતે જેઠા ભરવાડ સામે પડ્યા અને છેલ્લા બે વખતથી ભાજપ પાસે ટિકીટની માંગ કરી હતી. પણ ભાજપે આ વખતે પણ ટિકિટ ના આપતા તેમણે બળવો કરી કોંગ્રેસના ખોળામાં બેઠા અને કોંગ્રેસે તેમને શહેરા વિધાનસભા બેઠકના ઉમેદવાર તરીકે પસંદ કર્યા છે. હવે કાયદાના આ પેચમાં શુ થાય એ તો જોવું રહ્યું. (Gujarat Assembly Election 2022)