પંચમહાલ જિલ્લાના વડુમથક ગોધરા ખાતે શ્રી ગોવિંદ ગુરુ યુનિવર્સિટી આવેલી છે. ગોધરા ખાતે આવેલા સ્પોર્ટસ કોમ્પ્લેક્ષ ખાતે ગોવિંદ ગુરુ યુનિવર્સિટીનો ખેલ મહોત્સવ નો પ્રારંભ થયો છે. જેમાં 141 કોલેજના 550 જેટલા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીઓને લાબી કુદ, ગોળાફેક, દોડની રમતોમાં ભાગ લીધો હતો.
પંચામૃત ડેરીના ચેરમેન અને શહેરાના ધારાસભ્ય જેઠાભાઈ ભરવાડના હસ્તે દીપપ્રાગટ્ય કરીને ખુલ્લો મુકવામાં આવ્યો હતો. તેમને યુનિર્વિસટીના VC પ્રતાપસિંહ ચૌહાણની કામગીરીને વખાણી હતી. યુનિવર્સિટીના રજીસ્ટાર અનિલ સોલંકી, રેલવે યુનિવર્સિટીના પ્રોફેસર કમલેશ ગોસાઈ સહિત વિવિધ કોલેજોમાંથી આવેલા વિદ્યાર્થી અને વિદ્યાર્થીનીઓ હાજર રહ્યા હતા.