જે રોડ વર્ષો સુધી ચાલશે તેવી બાહેંધરી પર સરકારે કરોડો ખર્ચ્યા હતાં. તે કરોડો રુપિયા એક ભારે વરસાદમાં જ ધોવાઈ ગયા છે, અને કંઈક તેવુ જ બન્યું છે. ગોધરા શહેરમાં હાલ એક પણ રસ્તો મસ્ત મોટા ખાડાઓથી બાકાત રહ્યોં નથી. મુખ્ય કહી શકાય તેવા તમામ રસ્તાઓ પર દોઢ ફૂટ ઊંડા અને માપી ન શકાય તેવા લાંબા ખાડાઓ પડી ગયા છે.
હાલ વાહન ચાલકો મહા મુસીબત્તે શહેરમાં ફરી રહ્યા તે આપ જોઈ શકો છો, પાલિકા સત્તાધીશો જાણે કોઈ ઉંઘમાં હોય તેવુ લાગી રહ્યું છે.
એક તરફ ગોધરા ખાડાઓથી પરેશાન છે. ત્યારે, સત્તાધીશો માત્ર ઠાલા આશ્વાસન સિવાય કંઈ કહેતા નથી અને શહેરીજનોના ટેક્સનો પગાર લેતા અને કરોડો ખર્ચી શહેરના વિકાસની વાતો માત્ર સત્તાધીશો વાત જ કરે છે.