પંચમહાલ જિલ્લા પોલીસ એસઓજીએ દ્વારા હાલોલમાં પસાર થતી નર્મદાની કેનાલની આસપાસ આવેલા કોતર વિસ્તારમાં આવેલી કેટલીક જગ્યાઓ ચેકિગ કરવામાં આવતા. એક કાર અને એસઓજીની ટીમે જુગારરમતા લોકોને કોર્ડન કરી લેતા કનુ મકવાણા, નામદેવ તીડકે, ઈકબાલ શેખ, કલ્યાણ પાટીલ, ઈમરાન મકરાણી ઝપડી પાડવામાં આવ્યા છે.
તેમની પુછપુરછ કરતા હાલોલના કરીમ કોલોનીમાં રહેતા વસીમ પઠાણ તેમજ રિજ્જુ ગુલામ હુસેન વાઘેલા પોતાના અંગત ફાયદા માટે જુગાર રમવા બોલાવતા જેમાં પકડાયેલા આરોપીઓ પૈકી ચાર આરોપી વડોદરા થી કાર લઈને જુગાર રમવા માટે આવતા હતા. આ રેડમાં ત્રણ જુગારીઓ ભાગી ગયા હતા. એસઓજી શાખાએ જુગારીઓ પાસેથી રોકડ રકમ 1,08,650 તેમજ મોબાઈલ,કાર મળીને 5,29,850 લાખ રુપિયાનો મુદ્દામાલનો જથ્થો પકડી પાડ્યો છે. આ અંગે હાલોલ ગ્રામ્ય પોલીસમાં ફરિયાદ નોધાવતા કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.