ETV Bharat / state

પંચમહાલમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી પર તંત્રનો સપાટો - PML

પંચમહાલ: જિલ્લામાં રેતીખનન બાદ લાકડાની ગેરકાયદેસર હેરફેરી પર તંત્ર દ્વારા સપાટો બોલવામાં આવ્યો હતો. જેમાં પાસ પરમીટ વગર લાકડા ભરેલી ત્રણ ટ્રકો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરતાં લાકડાની હેરાફરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

સ્પોટ ફોટો
author img

By

Published : May 1, 2019, 1:13 AM IST

પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં આવેલી કુણ નદીના પટમાં ગેરકાયદેસર રેતી ખનન પર શહેરા મામલતદાર દ્વારા દરોડા પાડયાના બીજા દિવસે ગેરકાયદેસર રીતે લાકડાંની હેરાફેરી પર સકંજો કસ્યો છે. મંગળવારની મોડી રાત્રે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્રારા બાતમીના આધારે શહેરા થી રેણા મોરવા વચ્ચેના રસ્તાઓ પર પેટ્રોલીંગ હાથ ઘરવામાં આવ્યું હતું. જેમાં કાંકરી ગામ પાસે લાકડા ભરેલી ત્રણ ટ્રકોને પકડી પાડી હતી. અને મામલતદાર કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલમાં લાકડાની ગેરકાયદેસર હેરાફેરી પર તંત્રનો સપાટો
ઉલ્લેખનીય છે કે, શહેરા પંથકમાં આવેલાં ગ્રામીણ વિસ્તારઓમાંથી લાકડા કાપીને ગેરકાયદેસર હેરાફેરીની વ્યાપક બુમો પડતી હતી. તેની સામે લાલઆંખ કરવામાં આવતા લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ફફડાટ મચી ગયો છે. આ લાકડાની હેરાફેરી કરનારાઓ રાતનો ફાયદો ઉઠાવીને હેરાફેરી કરતા હોય છે. ત્યારે તંત્ર દ્રારા રાત્રી પેટ્રોલીંગ કડક કરવામાં આવે તે જરૂરી છે.

Intro:પંચમહાલ જિલ્લામાં રેતીખનન બાદ લાકડાની ગેરકાયદેસર હેરફેરી પર તંત્ર દ્વારા સપાટો બોલવામાં આવ્યો હતો.જેમાં પાસ પરમીટ વગર લાકડા ભરેલી ત્રણ ટ્રકો પકડી પાડી કાયદેસરની કાર્યવાહી હાથધરતાં લાકડાની હેરાફરી કરનારાઓમાં ભારે ફફડાટ વ્યાપી ગયો હતો.

Body:પંચમહાલ જિલ્લાના શહેરા પંથકમાં આવેલી કુણ નદીના પટમાં
ગેરકાયદેસર રેતી ખનન પર શહેરા મામલતદાર
દ્વારા દરોડા પાડયાના બીજા દિવસે ગેરકાયદેસર રીતે લાકડાંની હેરાફેરી પર સકંજો કસ્યો છે.મંગળવારની મોડી રાત્રે શહેરા મામલતદાર મેહુલ ભરવાડ દ્રારા બાતમીને શહેરા થી રેણા મોરવા વચ્ચેના રસ્તાઓ પર પેટ્રોલીંગ હાથ ઘરવામાં આવ્યું હતું.જેમાં કાંકરી ગામ પાસે લાકડા ભરેલી ત્રણ ટ્રકો પકડી પાડી હતી.અને મામલતદાર કચેરી ખાતે લાવીને કાયદેસરની કાર્યવહી હાથ ધરી હતી.

Conclusion:અત્રે ઉલ્લેખનીય છે કે શહેરા પંથકમાં આવેલાં ગ્રામીણ વિસ્તારઓમાંથી લાકડાં કાપીને ગેરકાયદેસર હેરાફેરીની વ્યાપક બુમો પડતી હતી.તેની સામે લાલઆંખ કરવામાં આવતા લાકડાની ગેરકાયદેસર હેરાફેરી કરનારાઓમાં ફફડાટ મચી જવા પામ્યો છે.
આ લાકડાની હેરાફેરી કરનારાઓ રાતનો ફાયદો ઉઠાવીને હેરાફેરી કરતા હોય છે. ત્યારે તંત્ર દ્રારા રાત્રી પેટ્રોલીંગ કડક કરવામાં આવે તે જરૂરી છે.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.