ETV Bharat / state

ETV ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું

પંચમહાલઃ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં પાણીની સમસ્યાને કારણે લોકોએ એક કિમી દૂર આવેલી મહી નદીમાંથી પાણી લાવવું પડતું હતું. ગામ લોકોની રજૂઆતને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે મહી નદીમાંથી એક પાઇપલાઇન યોજના થકી પાણી સમસ્યા દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી. જોકે કામગીરી શરૂ થયા બાદ તેની કામગીરી મંદગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે આજે વલ્લવપુરના ગ્રામજનોએ તાલુકા કક્ષાના તંત્રને આવેદનપત્ર આપ્યુ હતુ.

author img

By

Published : May 29, 2019, 6:39 PM IST

ETV ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું

હાલમાં ઉનાળો ચાલી રહ્યો છે, ત્યારે પાણીના પોકારો ઉઠવા પામતા હોય છે. શહેરા તાલુકાના વલ્લવપુર ગામના કિનારે આવેલુ હોવા છતાં અહીં પાણીની પારાવાર સમસ્યા ઉભી થવા પામી છે. ETV ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું હતું અને તંત્રના અધિકારીઓ દ્વારા વલ્લવપુરમાં 10HPની મોટર તેમજ વીજ કનેક્શન,તેમજ પાઇપ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

ETV ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું
ગ્રામજનોની રજુઆતને પગલે વલ્લવપુરમાં 10 HPની મોટર ડીપી અને મીટર પણ આવી ગયુ છે. પરંતુ મોટર ચાલુ કર્યા બાદ પાઈપલાઈન ફાટી ગઇ હોવાથી તો તેનું રિપેરિંગ કાર્ય કર્મચારી દ્વારા કરવામાં આવ્યુ હતુ . પરંતુ કર્મચારીઓ એક દિવસ આવે છે અને બે દિવસ રજા પાડે છે. આથી પાણીની પાઈપ લાઈનનું કામકાજ બહુ ધીમી ગતિએ ચાલે છે તો આ રીતે જ કામકાજ ચાલતું રહેશે તો ચોમાસુ આવી જશે.આવેદનમાં વધુમાં જણાવ્યા અનુસાર કર્મચારીઓને પૂછતા એવું જણાવે છે કે વાલ અને પાઈપો પૂરતા ના હોવાથી અને જ્યારે પૂરતો સામાન આવશે, ત્યારે કામકાજ કરવામાં આવશે.વધુમાં આ પાઈપલાઈનની કામગીરીમાં ગામ લોકો મજૂરી કરવા પણ તૈયાર છે. તેવુ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું

Intro:પંચમહાલ જિલ્લાના શહેરા તાલુકાના વલ્લભપુર ગામમાં પાણીની સમસ્યાને કારણે લોકોએ એક કિમી દૂર આવેલી મહી નદીમાંથી પાણી લાવવું પડતું હતું. ગામ લોકોની રજૂઆતને પગલે પાણી પુરવઠા વિભાગ દ્વારા ગામમાં પાણીની સમસ્યા દૂર કરવા માટે મહી નદી માંથી એક પાઇપલાઇન યોજના થકી પાણી સમસ્યા દૂર કરવા માટે કામગીરી હાથ ધરવામાં આવી હતી.જોકે કામગીરી શરૂ થયા બાદ તેની કામગીરી મંથરગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે આજે વલ્લવપુરના ગ્રામજનોએ તાલુકા કક્ષાના તંત્રને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ.

Body:હાલમાં ઉનાળુ ચાલી રહ્યો છે ત્યારે પાણીના પોકારો ઉઠવા પામતા હોય છે શહેરા તાલુકાના વલ્લભપુર ગામ ના કિનારે આવેલું હોવા છતાં અહીં પાણીની પારાવાર સમસ્યા ઉભી થવા પામી હતી etv ભારત દ્વારા આ સમસ્યા અંગે અહેવાલ પ્રસારીત કરતા તંત્ર દોડતું થયું હતું અને તંત્રના અધિકારીઓ દ્વારા વલ્લવપુરમાં 10HP ની મોટર તેમજ વિજ કનેક્શન,તેમજ પાઇપ લાઈનની કામગીરી હાથ ધરવામાં આવી હતી.ત્યારે આ કામગીરી ધીમી ગતિએ ચાલતી હોવાના આક્ષેપ સાથે ગ્રામજનોએ શહેરા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યુ હતુ. તેમાં જણાવ્યું હતું "

Conclusion:ગ્રામજનોની રજુઆતને પગલે વલ્લભપુરમાં 10 એચપી ની મોટર ડીપી અને મીટર પણ આવી ગયેલ છે. પરંતુ મોટર ચાલુ કર્યા બાદ પાઈપલાઈન ફાટી ગયેલ હોય તો તેનું રિપેરિંગ કર્મચારી દ્વારા કરવામાં આવેલ છે. પરંતુ કર્મચારીઓ એક દિવસ આવે છે અને બે દિવસ રજા પાડે છે. જેથી કરીને પાણીની પાઈપ લાઈનનું કામકાજ બહુ ધીમી ગતિએ ચાલે છે તો આ રીતે જ કામકાજ ચાલતું રહેશે તો ચોમાસુ આવી જશે.આવેદનમાં વધુમાં જણાવ્યા અનુસાર કર્મચારીઓને પૂછતા એવું જણાવે છે કે વાલ અને પાઈપો પૂરતી ન હોવાથી જ્યારે પૂરતું સામાન આવશે ત્યારે કામકાજ કરવામાં આવશે.વધુમાં આ પાઈપલાઈનની કામગીરીમાં ગામ લોકો મજૂરી કરવા પણ તૈયાર છે. તેમ આવેદનપત્રમાં જણાવવામાં આવ્યું હતું બાઈટ અજીતસિંહ સોલંકી- ગ્રામજન (વલ્લવપુર)
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.