ETV Bharat / state

ગાંધી@150ઃ પંચમહાલના ગોધરામાં બાપુની યાદગાર ક્ષણો...

author img

By

Published : Oct 2, 2019, 5:41 PM IST

ગોધરાઃ ગાંધીજયંતિના ભાગરૂપે ઠેર-ઠેર અનેક કાર્યક્રમો થઈ રહ્યાં છે. તેમજ ગાંધીજીની સ્મૃતિઓને વાગોળવામાં આવી રહી છે. ત્યારે ગાંધીજીએ તેમના જીવનકાળમાં પંચમહાલના ગોધરાની પણ મુલાકાત લીધી હતી. આવો તેમની આ મુલાકાતને આ અહેવાલ દ્વારા યાદ કરીએ...

ggg

આજે સમગ્ર દેશમાં મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ઉજવણી થઈ રહી છે, ત્યારે આજે આપણે આઝાદીની લડત અને અસ્પૃશ્યતા નિવારણમાં કેન્દ્રબિંદુ રહેલા ગોધરા વિશે વાત કરીશું. 2002માં ગોધરાકાંડની કરૂણ ઘટના બાદ ગોધરાની છાપ સમગ્ર દેશમાં કંઈક અલગ ઊભી થઇ હતી. પરંતુ આજે ગોધરા વિકસિત બન્યું છે.

....જ્યારે ગોધરામાં ગાંધીજીની આગેવાની હેઠળ અત્યંજ પરિષદ ભરાઈ હતી

આ એ જ ગોધરા છે, જ્યાં પૂજ્ય રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીએ અસ્પૃશ્યતા નિવારણનું બીડું ગોધરાથી ઉઠાવ્યું હતું. 1917માં પ્રથમ રાજકીય પરિષદ મહાત્મા ગાંધીજીના પ્રમુખપણા હેઠળ યોજાઈ હતી. જે અત્યંજ પરિષદ તરીકે પણ ઓળખાય છે. જેમાં રાજેન્દ્ર પ્રસાદ, સરદાર પટેલ, ઠક્કરબાપા જેવા ટોચના નેતા હાજર રહ્યાં હતાં. અહીં ગાંધી આશ્રમની સ્થાપના પણ કરવામાં આવી હતી. આ આશ્રમ આજે પણ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી પૂરે છે.

અહીં હરિજન સમાજના બાળકોને ભણવા માટે અત્યંજ શાળાઓ હતી. આ શાળા અંગે ગાંધીજી સૂચન કર્યું હતું કે, આ બાળકોને યોગ્ય સગવડ ઉભી કરવામાં આવે. જેથી મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ યુવાન વિઠ્ઠલ લક્ષ્મણ ફડકેએ બાળકોને ભણવાની જવાબદારી સ્વીકારી. જેઓ પાછળથી મામા ફડકે તરીકે ઓળખાયા હતાં. અહીં વિદ્યાર્થીઓને રચનાત્મક બુનિયાદી શિક્ષણ અપાય છે. પ્રતિ વર્ષ આ સંસ્થામાં 40 વિધાર્થીઓ અભ્યાસ કરે છે.

Intro:પંચમહાલ જિલ્લાનું વડુ મથક ગોધરા આઝાદીના લડતની તેમજ અસ્પૃશ્યતા નિવારણની ચળવળનું કેન્દ્રબિંદુ રહ્યું છે.2002માં ગોધરાકાંડની કરૂણ ઘટના બાદ ગોધરા શહેરની છાપ સમગ્ર દેશમાં કંઈક અલગ ઊભી થઇ હતી. પરંતુ આજે ગોધરા વિકસિત બન્યું છે.ત્યારે આ શહેરમાં પરમ પૂજ્ય અને દેશના રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધી ગોધરાની મુલાકાત લઈ ચૂક્યા છે.ગાંધીજી અસ્પૃશ્યતા નિવારણનું બીડું ગોધરા ખાતેથી ઉઠાવ્યું હતું.1917 ની સાલ માં પ્રથમ રાજકીય પરિષદ મહાત્મા ગાંધીજીના પ્રમુખપણા હેઠળ યોજાઈ હતી. જે અત્યંજ પરિષદ તરીકે પણ ઓળખાય છે.ત્યારબાદ અહીં ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી હતી.આશ્રમ આજે પણ ઐતિહાસિક ક્ષણોની સાક્ષી પૂરે છે તો આવો આપણે વધુ જાણીએ.

Body:સમગ્ર દેશમાં જ્યારે મહાત્મા ગાંધીજીની 150મી જન્મ જયંતી ની ઉજવણી થઈ રહી છે ત્યારે ગોધરા શહેરમાં આવેલો ગાંધી આશ્રમ પણ તેમના આઝાદી પહેલાના ગાંધીજીના આગમનની ઐતિહાસિક ક્ષણની સાક્ષી પૂરે છે. 1917 ની સાલ માં પ્રથમ રાજકીય પરિષદ ગાંધીજીના પ્રમુખ ના હેઠળ ભરવામાં આવી હતી.જેમાં રાજેન્દ્ર પ્રસાદ,સરદાર પટેલ, ઠક્કરબાપા જેવા ટોચના નેતાઓએ હાજરી આપી હતી,અને ગોધરા શહેરના છેવાડાના ભાગોળે આ અત્યંજ પરિષદ(પ્રથમ પરિષદ) ભરાઇ હતી. તે સમયે હરિજન સમાજના બાળકોને ભણવા માટે અત્યંજ શાળાઓ હતી. તેમની દશા અને દિશા જોઈને ગાંધીજી ઉપસ્થિત સભામાં સૂચન કર્યું. આ બાળકોને ભણવા માટે કોઈ ઉભો થાય તો તેમને સગવડ કરી આપવામાં આવશે. તે સમયે મહારાષ્ટ્રના એક બ્રાહ્મણ યુવાન વિઠ્ઠલ લક્ષ્મણ ફડકે ઊભા થયા અને તેમને બાળકોને ભણવાની જવાબદારી સ્વીકારી.ત્યારબાદ તેઓ પાછળથી મામા ફડકે તરીકે ઓળખાયા .ત્યારબાદ અહીં ગોધરામાં ગાંધી આશ્રમની સ્થાપના કરવામાં આવી.અને આશ્રમના મકાન માટે જરૂરી ફંડ પણ એકઠું કરવામાં આવ્યું.તે સમયે આશ્રમમાં વિદ્યાર્થીઓને રચનાત્મક બુનિયાદી તાલીમ શિક્ષણ આપવામાં આવતું. આશ્રમની મુલાકાત જયપ્રકાશ આચાર્ય કૃપલાની,સરદાર પટેલ ,ભારતના વડાપ્રધાન જવાહરલાલ નેહરુ પણ લઈ ચૂક્યા છે. મામા ફડકેએ પોતાનું જીવન હરિજનોને સેવા કરવામાં તેમની સમસ્યાઓના નિવારણ માટે કામ કર્યા. 1935 થી 1935 સુધી આશ્રમમાં રાષ્ટ્રીય કેળવણી આપવામાં આવતી હતી. 1935 માં સંસ્થાને સરકારની માન્યતા મળી અને હાલ તેનો વહીવટ ગુજરાત હરિજન સેવક સંઘ, અમદાવાદ દ્વારા કરવામાં આવે છે, પ્રતિ વર્ષ આ સંસ્થામાં 40 વિધાર્થીઓ ગોધરા શહેરમાં આવેલી વિવિધ શાળામાં અભ્યાસ કરે છે.અહીં અભ્યાસ કરેલા બાળકો નોકરી તેમજ સારા વ્યવસાથે જોડાયેલા છે.

પંચમહાલ જિલ્લા કોંગ્રેસ સમિતિના પ્રમુખ અજીતસિંહ ભટ્ટીનું કહેવું છે. ગાંધીજીની 150 મી જન્મ જયંતિ ના ભાગરૂપે સરકાર દ્વારા વિવિધ કાર્યક્રમો થઈ રહ્યા છે.ત્યારે ગોધરા શહેરમાં આવેલા ગાંધી આશ્રમનો વિકાસ કરવો જોઈએ જેથી આવનારી ભાવિ પેઢી પણ તેને જાણી શકે આ ગોધરા શહેરમાં પણ આ મહત્વની જગ્યા છે."

ગોધરા શહેરમાં આવેલા બહારપુરા વિસ્તાર આજે પણ ગાંધીજીના આગમન અને ત્યારબાદ ભરાયેલી અત્યંજ પરિષદનું સ્મારક તેની સાક્ષી પૂરે છે. ત્યારે ગાંધી આશ્રમ પણ તેના ઐતિહાસિક ક્ષણોની સાક્ષી પૂરે છે. અહીં ગાંધીજીએ પ્રાર્થના પ્રવચન કર્યા હતા. ગાંધી આશ્રમના રૂમોને અલગ-અલગ મહાન વિભૂતિઓના નામ પણ આપવામાં આવ્યા છે. દેશના નહીં પરંતુ વિશ્વના મહાન વિભૂતિ એવા મહાત્મા ગાંધીજીને ઈટીવી ભારત નમન કરે છે.

Conclusion:બાઈટ: કાંતિભાઈ પરમાર(ગૃહપતિ)ગાંધી આશ્રમ ગોધરા
બાઇટ :યુવરાજ (વિદ્યાર્થી)
બાઈક અજીતસિંહ ભટ્ટી (પંચમહાલ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ)

સ્ટોરી ડેપ્લાન પાસ છે.

પકેજ સ્ટોરી

રિપોર્ટર : વિજયસિંહ સોલંકી.
ઈટીવી ભારત,પંચમહાલ
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.