પંચમહાલ જિલ્લાના વડામથક ગોધરામાં રહેતા શ્યામદેવ સહાની કલર કામના કોન્ટ્રાકટનો વ્યવસાય કરે છે. તમને ધંધામાં નાણાકીય પરિસ્થતિ ઊભી થઈ હતી. તેઓ મિત્ર રોનક શાહ દ્વારા લોન આપવાનું કામ કરતા ઘનશ્યામ પટેલના સંર્પકમાં આવ્યા હતા. મકાન ઉપર હાઉસિંગ લોન આપવાનું કહીને બેન્ક ઓફ ઈન્ડિયાની શાખાના અંદાજે 21 કોરાચેક ઉપર સહી કરાવી હતી.
૨૦ લાખ રુપિયાની લોન પાસ કરી આપવાનું કહીને હાલોલ ખાતે ફાઇનાન્સની ઓફિસે જઇ કાગળ પર સહી કરાવી હતી. જેમાં નીખીલ નામનો ઈસમ પણ મદદ કરતો હતો. લોન મંજૂર થતા બેન્ક મેનેજરને શ્યામ સહાનીએ ખાતુ બ્લોક કરવાનું જણાવ્યું હતું.
ઘનશ્યામ પટેલે શ્યાવદેવ સહાનીના સહી વાળા ચેકથી રૂપિયા 19,46,000 લાખ રુપિયા અનીષ મીઢી નામના ઇસમના ખાતામા જમા કરાવ્યા હતા. આ અંગે બેન્ક મેનેજરને લોનના પૈસા અનિષ મીઢીના ખાતામા કેવી રીતે જમા થયા તે પુછતાં મેનેજરે શ્યામદેવને બહાર કાઢ્યો હતો. અનીષમીઢીએ ઘનશ્યામના કહેવાથી અલગ અલગ વ્યક્તિઓના ખાતામાં રુપિયા જમા કર્યા હતા.
આ મામલે શ્યામદેવ સહાનીએ ઘનશ્યામ પટેલ, અનીષમીઢી, બેન્ક ઓફ ઈન્ડિયા શાખાના મેનેજર સકસેના સામે વિશ્વાસઘાતની ફરિયાદ ગોધરા એ ડિવિઝન પોલીસ મથકે નોંધાવતા તપાસના ચક્રો ગતિમાન કર્યાં છે.