ETV Bharat / state

Pavagadh News: પાવાગઢમાં વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા 10 યાત્રાળુ ઘાયલ, એક મહિલાનું મોત - વિશ્રામ કુટીરનો ઘુમ્મટ તૂટી પડતા 10 યાત્રાળુ ઘાયલ

રાજ્યના પ્રસિદ્ધ યાત્રાધામ પંચમહાલના પાવાગઢ ખાતે યાત્રિકો માટે બનાવવામાં આવેલા રેનબસેરાના ઉપરનો ભાગ તૂટી પડતા 10 જેટલા લોકો દબાયા હતા. સ્થાનિકો દ્વારા રેસ્ક્યુ કરી તેમને હાલોલ રેફરલ હોસ્પિટલ ખસેડાયા છે જેમાં એક મહિલાનું દુઃખદ અવસાન થયું છે.

celling-of-the-vishram-kutir-collapses-at-pavagadh-more-than-five-injured-woman-died-at-pavagadh-mahakali-temple

author img

By

Published : May 4, 2023, 3:27 PM IST

Updated : May 4, 2023, 8:05 PM IST

યાત્રાધામ પાવાગઢમાં વિશ્રામ કુટિરનો ઘુમ્મટ તૂટી પડતા દૂર્ઘટના

પંચમહાલ: પંચમહાલ જિલ્લામાં આવેલા પ્રસિદ્ધ યાત્રાધામ ખાતે એક ઘટના બની જેમાં 10 જેટલા યાત્રિકો ઉપર રેનબસેરાની છતના પથ્થર પડતા ગંભીર ઇજા થઈ છે. જેમાં એક મહિલાનું મોત થયું છે. પાવાગઢના નવીનીકરણ બાદ ભક્તોની સંખ્યામાં વધારો થયો છે. પહેલા મોટા ભાગે શનિવાર અને રવિવારે માતાજીના દર્શન કરવા માટે આવતા હતા પરંતુ હાલ નવીનીકરણ બાદ દરરોજ મોટી સંખ્યામાં માઇ ભક્તો આવી રહ્યા છે.

દુર્ઘટનામાં એક મહિલાનું મોત: પંચમહાલ જિલ્લા કલેકટર આશિષ કુમારના જણાવ્યા અનુસાર આજ રોજ બપોરના સમયે માચી ખાતે બનાવમાં આવેલ રેનબસેરાના ઢાંચાનો ભાગ તૂટી પડ્યો હતો જેમાં 10 લોકોને દબાયા હતા. આ ઘટનામાં એક મહિલાનું મોત થયું છે. આ ઢાંચો આશરે એક દોઢ વર્ષ અગાઉ બનાવવામાં આવેલ છે. હાલ આર એન બી અને બીજા અન્ય ટેક્નિકલ લોકોને તપાસ માટે મોકલ્યા છે. તપાસ બાદ આગળની કાર્યવાહી કરવામાં આવશે. સાથે સાથે બીજા બનેલી તમામ ઇમારતોની પણ ચકાસણી કરવામાં આવશે.

સમગ્ર પરિવાર ઈજાગ્રસ્ત: વડોદરાથી પાવાગઢ દર્શન કરવા ગયેલા જમનાબેન દેવીપૂજકે જણાવ્યું હતું કે, 'વડોદરા શહેરના બાપોદથી અમે પાવાગઢ દર્શન માટે ગયા હતા. પાવાગઢ મહાકાળી માતાના દર્શન કરીને આવ્યા હતા. વરસાદ ચાલુ હોવાથી બેઠા હતા અને હું ત્યાં હાજર હતી અને ઉપરથી પથ્થરો પડવા લાગ્યા હતા. અમારો આખો પરિવાર ત્યાં હતો અને આખો પરિવાર આ ઘટનામાં ઇજાગ્રસ્ત થયો છે. જેમાં મારી બે નણંદ, નણંદનો છોકરો, નણદોઈ અને મારા પતિને પણ વાગ્યું છે. અચાનક જ પથ્થરો પડવા લાગતા અને ડરી ગયા હતા. મારા તમામ પરિવારને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં લાવવામાં આવ્યા છે.'

'પાવાગઢમાં છત પડી હોવાની માહિતી મળતાની સાથે જ હું અહી આવી છું. ઇજાગ્રસ્ત થયેલ 12 લોકોને વડોદરા એસએસજી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા છે. આ તમામની ટ્રીટમેન્ટ શરૂ કરી દેવામાં આવી છે. એક્સરે, સિટીસ્કેન, સોનોગ્રાફી જેવી કોઈ પણ જરૂરિયાતના ધોરણે ભાજપ શહેર અધ્યક્ષનો કોલ મળતાની સાથે અમે અહીં મદદ અર્થે પોહચ્યા છીએ. ડોક્ટર સેલમાંથી પણ કેટલાક ભાઈઓ કહી આવ્યા છે.' -જાગૃતિ કાકા, સ્થાનિક કાઉન્સિલર

ઇજાગ્રસ્તોની યાદી:

  1. ભાવેશ મુનિયા - 18 વર્ષ
  2. મીનાક્ષી પલાસ - 21 વર્ષ
  3. સુમિત્રા રાઠવા - 22 વર્ષ
  4. દીપક દેવીપૂજક - 30 વર્ષ
  5. રાજવંત દેવીપૂજક - 17 વર્ષ
  6. વિજય દેવીપૂજક - 35 વર્ષ
  7. સોનલ દેવીપૂજક - 32 વર્ષ
  8. દક્ષ દેવીપૂજક - 2 વર્ષ
  9. માહીબેન દેવીપૂજક - 12 વર્ષ

ઇજાગ્રસ્તોની હાલત સ્થિર: મોટી ઇમર્જન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટના એસોસિયેટ પ્રોફેસર ડો.ઓ.બી.બેલીમે જણાવ્યું હતું કે, સયાજી હોસ્પિટલમાં પાવાગઢથી 9 દર્દીઓને લાવવામાં આવ્યા છે. જેમાંથી એક દર્દીને માથામાં વાગ્યું છે. જ્યારે 8 દર્દીઓને હાથ અને પગ સહિતના અંગો પર નાની-મોટી ઇજાઓ થઈ છે. કોઇ દર્દીને ગંભીર પ્રકારની ઇન્જરી થઈ નથી. બધા દર્દીઓ હાલ ભાનમાં છે અને દરેક સાથે વાતચીત કરે છે.

આ પણ વાંચો Weather Update Today: આગામી 24 કલાક દરમિયાન હિમાલય પર હળવાથી મધ્યમ વરસાદની આગાહી

આ પણ વાંચો Chotila Ropeway Controversy : પ્રસિદ્ધ યાત્રાધામ ચોટીલા પર બનશે રોપ વે, ગુજરાત હાઇકોર્ટે રોક લગાવવાની અરજી ફગાવી

Last Updated : May 4, 2023, 8:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.