ETV Bharat / state

પંચમહાલમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઝડપાયા

author img

By

Published : Oct 16, 2019, 8:56 AM IST

Updated : Oct 16, 2019, 10:20 AM IST

પંચમહાલઃ જિલ્લામાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બે બુટગરો ઝડપાયા છે. LCBને ગેરકાયદેસરની દારૂની હેરાફેરી થતી હોવાની બાતમી મળી હતી. જેના આધારે પોલીસે તપાસ કરતાં શહેરા નગર પાસેથી દારૂનો જથ્થો મળી આવ્યો હતો. જેના પગલે LCBની ટીમે આરોપીઓની ધરપકડ કરીને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

પંચમહાલમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઝડપાયા

દિવાળીનો તહેવાર નજીક આવતાં બુટલેગરો ફરી સક્રિય બન્યા છે. દિવસેને દિવસે દારૂની હેરાફેરીના કિસ્સાઓમાં વઘી રહ્યાં છે. છેલ્લા ત્રણ દિવસમાં જ પંચમહાલ જિલ્લામાં આશરે 6 લાખથી વધુનો દારૂ ઝડપાયો છે.

પંચમહાલમાં રીક્ષામાં દારૂની હેરાફેરી કરતાં બુટલેગરો ઝડપાયા

શહેરા નગરમાં અણિયાદ ચોકડી પાસેથી રીક્ષામાં સીટ નીચે ખાના બનાવીને દારૂનો જથ્થો લઈ જતાં બુટલેગરો ઝડપાયા હતાં. LCBની ટીમને બુટલેગરો વિશે માહિતી મળી હતી. તેના આધારે પોલીસે ચોકી ગોઠવીને અણીયાદ ચોકડી પાસેથી બુટલેગરોને ઝડપી પાડ્યા હતાં.

રીક્ષાની સીટમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતાં આરોપી ઝડપાયાં
રીક્ષાની સીટમાં દારૂ છુપાવીને હેરાફેરી કરતાં આરોપી ઝડપાયાં

સંતરામપુરથી ઉંડારા જવાના અંતરિયાળ રસ્તા પરથી રીક્ષામાં દારૂનો જથ્થો લઈ જતાં બે વ્યક્તિઓ ઝડપાયા હતાં. જેથી અણીયાદ ચોકડી પર નાકાબંઘી કરવામાં આવી હતી. તે દરમિયાન બાતમીના આધારે રીક્ષા મળી આવતાં તેની તપાસ કરવામાં આવી હતી. જેમાં રીક્ષાની પાછળની સીટમાં ખાના બનાવીને છુપાવેલો દારૂનો જથ્થો મળી આવ્યો હતો.

રીક્ષામાં આવેલાં લોકોની તપાસ હાથ ધરતા બંને વ્યક્તિઓએ પોતાનું નામ અરવિંદ બારીયા અને ધર્મેશ પારઘી જેઓ ગોધરાના નદીસરમાં રહેતા હોવાનું જણાવ્યું હતું, ત્યારબાદ પોલીસે રીક્ષા સહિત દારૂ ભરી આપનાર પકાની સામે ફરિયાદ નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

Intro:પંચમહાલ જીલ્લા એલસીબી દ્રારા બાતમીના આધારે રીક્ષામાં ખાના બનાવીને છુપાવીને લઇ
જવાતો દારુનો જથ્થો શહેરા નગરના અણિયાદ ચોકડી પાસેથી પકડી પાડ્યો છે.એલસીબીએ બે ઇસમોની અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.બુટલેગરો નવી તરકીબ અપનાવી પોલીસને થાપ આપવા પ્રયત્નો કરે છે.છતા પોલીસ તેમના પ્રયત્નો નિષ્ફળ બનાવેછે..

Body:દિવાળીનો તહેવાર નજીક આવતા હવે બૂટલેગરો સક્રિય બન્યા હોય તેમ લાગી રહ્યુ છે.પંચમહાલ જીલ્લા એલસીબી પોલીસે શહેરા નગરમા અણિયાદ ચોકડી પાસેથી રિક્ષામા સીટ નીચે ખાના બનાવીને લઈ જવાતો દારુનો જથ્થો પકડી પાડ્યો હતો.એલસીબી પોલીસને ખાનગી રાહે બાતમી મળી હતી સંતરામપુરથી ઉંડારા જવામા અંતરિયાળ રસ્તા ઉપર થઇને દારુનો જથ્થો બે ઇસમો રીક્ષામાં લઈ
જનાર છે.આથી એલસીબી સ્ટાફની ટીમ દ્રારા શહેરાનગરની અણિયાદ ચોકડી પાસે નાકાબંધી કરવામા આવી હતી.બાતમીના વર્ણનવાળી રિક્ષા આવતા તેને રોકીને રીક્ષામા તપાસ કરવામા આવતા આગળની અને પાછળની સીટમાં ખાના બનાવીને દારુ છૂપાવી રાખ્યો હતો.સાથે રિક્ષામા બેઠેલા ઇસમોની પૂછપરછ કરતા અરવિંદભાઇ બારીયા અને ધર્મેશ પારગી રહે નદીસર તા ગોધરા ના હોવાનુ બહાર આવ્યુ હતુ પોલીસે રીક્ષા સહિત દારુ ભરી આપનાર પકાભાઈ રહે નવાગામ તા ફતેપુરા જી દાહોદ ની સામે પણ ફરિયાદ નોધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

Conclusion:પાછલા ત્રણ દિવસોમા પણ પંચમહાલ પોલીસે દારુની હેરાફેરી કરતા બૂટલે ગરોને દારુના મૂદામાલ સાથે ઝડપી પાડ્યા હતા

(૧) ગોધરા એલસીબીએ ગોધરા તાલુકાના પરવડી ગામ પાસે આઇસરટેમ્પોના ખાના બનાવીને છૂપાવી લઇ જવાતો દારુનો ૨,૦૮,૮૦૦ લાખનો જથ્થા સાથે એક ઇસમની અટકાયત..

(૨) મોરવા પોલીસે છકડા રીક્ષામા લઇ જવાતો ૮૪,૦૦૦ નો દારુનો જથ્થો મોરવા હડફ પોલીસે પકડી પાડ્યો હતો. એક ઇસમની અટકાયત

(૩) ઘોંઘબા તાલૂકાના ચાંદાપુરા ગામેથી મકાનમા છુપાવેલો ૪૫૦૦૦ રૂપિયાનો દારુ પકડી પાડ્યો હતો.

(૪) ગોધરા તાલૂકા પોલીસે ચંચેલાવ ગામ પાસેથી એક સ્કોડા ગાડીમાંથી
૭૫૧૦૮ રૂપિયાનો દારુ પકડી પાડ્યો હતો.
Last Updated : Oct 16, 2019, 10:20 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.