હૈદરાબાદ બિલ્કીસ બાનો સામુહિક દૂષ્કર્મ કેસમાં (Bilkis Bano Gang rape Case) આજીવન કેદની સજા ભોગવી રહેલા તમામ 11 દોષિતોને ગોધરા સબ જેલમાંથી મુક્ત કરવામાં આવ્યા હતા. તેમને ગુજરાત સરકારની માફી નીતિ હેઠળ મુક્ત કરવામાં આવ્યા છે.
આ પણ વાંચો રક્ષાસુત્ર બાંધવા જતા સગીરા સાથે થયો સામૂહિક દુષ્કર્મ
બિલ્કીસ બાનો સામુહિક દૂષ્કર્મ કેસ મુંબઈમાં સ્પેશિયલ સેન્ટ્રલ બ્યુરો ઑફ ઇન્વેસ્ટિગેશન (Special Central Bureau of Investigation in Mumbai) કોર્ટે 21 જાન્યુઆરી, 2008ના રોજ બિલકિસ બાનોના પરિવારના સાત સભ્યો પર સામૂહિક દૂષ્કર્મ (Bilkis Bano Gangrape Case) અને હત્યાના કેસમાં (Murder of seven family members) 11 દોષિતોને આજીવન કેદની સજા ફટકારી હતી. બાદમાં બોમ્બે હાઈકોર્ટે તેમની સજાને યથાવત રાખી હતી.
આજીવન કેદની સજા ભોગવી રહેલા 11 દોષિતોને જેલમાંથી કર્યા મુક્ત આ દોષિતોએ 15 વર્ષથી વધુ જેલની સજા ભોગવી હતી, જેમાંથી એકે તેની અકાળે મુક્તિ માટે સુપ્રીમ કોર્ટનો સંપર્ક કર્યો હતો. સર્વોચ્ચ અદાલતે ગુજરાત સરકારને તેમની માફીના મુદ્દા પર ધ્યાન આપવાનો નિર્દેશ આપ્યો હતો, જેના પગલે સરકારે એક સમિતિની રચના કરી હતી. સમિતિએ સર્વસંમતિથી આ કેસમાં તમામ 11 દોષિતોને મુક્ત કરવાની તરફેણમાં નિર્ણય લીધો હતો. આ ભલામણ રાજ્ય સરકારને મોકલવામાં આવી હતી અને ગઈકાલે તેમની મુક્તિના આદેશો જારી કરવામાં આવ્યા હતા.
આ પણ વાંચો સારવારના નામે મહિલાને દવા પીવડાવી પછી કરી નાંખ્યું ગંદુ કામ
શું હતો સમગ્ર મામલો 3 માર્ચ, 2002ના રોજ, ગોધરા પછીના રમખાણો દરમિયાન, દાહોદ જિલ્લાના લીમખેડા તાલુકાના રણધિકપુર ગામમાં ટોળાએ બિલ્કીસ બાનોના પરિવાર પર હુમલો કર્યો હતો. તે સમયે બિલ્કીસ માત્ર 19 વર્ષની હતી અને પાંચ મહિનાની ગર્ભવતી હતી. તેના પર સામૂહિક દુષ્કર્મ કરવામાં આવ્યો હતો અને તેના પરિવારના સાત સભ્યોની હત્યા (Murder of seven family members) કરવામાં આવી હતી. કોર્ટને જણાવવામાં આવ્યું હતું કે, અન્ય છ સભ્યો સ્થળ પરથી ભાગી ગયા હતા. આ કેસના આરોપીઓની 2004માં ધરપકડ કરવામાં આવી હતી.