- AIMIMએ યોજી ગોધરામાં બેઠક
- હનીફ કલનદરે AIMIM પક્ષનો ખેસ ધારણ કર્યો
- ગોધરામાં પ્રાથમિક સુવિધાનો અભાવ: હનીફ કલનદર
પંચમહાલ: ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી નજીકના દિવસોમાં આવી રહી છે ત્યારે શુક્રવારના રોજ ઔવેશીની પાર્ટી AIMIM પણ ગુજરાતમાં ચૂંટણી લડવાના મૂડમાં જોવા મળી રહી છે. AIMIMના ગુજરાતના સેક્રેટરી અબ્દુલ હમીદ ભટીએ ગોધરા ખાતે એક ચૂંટણી લક્ષી બેઠક યોજી હતી.
70 વર્ષનું બેંને પક્ષનું શાસન ગોધરાની જનતાએ જોયુ છે
અબ્દુલ હમીદ ભટીએ જણાવ્યું હતું કે, ગોધરામાં 70 વર્ષ સુંધી બન્ને પક્ષોનું શાસન ગોધરાની જનતાએ જોયું છે. અહીંયા પ્રાથમિક સુવિધાનો અભાવ જોવા મળે છે. જેમ કે, રોડ, રસ્તા, પાણી અને લાઈટ તેમજ ગટર લાઇન જેવા પ્રજાના પ્રશ્નો હજુ હલ થયા નથી.