મળતી વિગતોનુસાર, શહેરા તાલુકાના મોરવા (રેણા) ગામના યુવાન સુનિલ સોલંકી લગ્ન સારી છોકરીની શોધમાં હતો. જેથી તે બાલાસિનોરના રમેશભાઈ પ્રજાપતિના સપંર્કમાં આવ્યો હતો. ફરિયાદી સુનિલકુમાર સોલંકી અને તેના પરીવારજનો વડોદરા જિલ્લાના પાદરા ખાતે છોકરી જોવા ગયા હતા.
ત્યારે મદિના ઈમામ ચૌહાણ અને રાજા ઉર્ફે ફિરોઝની ઓળખાણ થઈ હતી. સુનિલને છોકરી દેખાડતા દક્ષા ઉર્ફે ઉર્મિલા ગંગારામ પસંદ આવી હતી. મુન્નીએ રૂપિયા 1,55000 લઇને સુનિલ સોલંકી સાથે લગ્ન 29 જાન્યુઆરી 2019ના રોજ 100રૂપિયાના સ્ટેમ્પમાં નોટરી કરારથી કર્યા હતા.લગ્નના બે દિવસ બાદ જ સુનિલના ઘરેથી સોના ચાંદીના દાગીના લઈને દક્ષા ફરાર થઈ ગઈ હતી. મદીના ઉર્ફે મુન્ની અને તેના સાગરીતો સુનિલના પરિવારજનોને છેતરપીંડીનો ભોગ બન્યાં હોવાનો અનુભવ થયો હતો.
થોડા સમય બાદ કાલોલ ખાતે લગ્નની લાલચ આપી છેતરપિંડી કરતી ગેંગ પકડાઈ હોવાના સમાચાર ફોટા સાથે અખબારમાં પ્રકાશિત થયા હતા. તેમાં મદીના ઉર્ફે મુન્ની ઇમામ ચૌહાણ અને દક્ષા વસાવાને તસવીરમાં જોતા સુનિલ મદિનાને ઓળખી ગયો હતો. ત્યારબાદ તેણે શહેરા પોલીસ મથક ખાતે ફરિયાદ નોંધાવતા હતી. પોલીસે મદીના ચૌહાણ અને દક્ષાને ટ્રાન્સફર વોરંટથી શહેરા લાવીને પૂછપરછ શરુ કર્યા બાદ કોર્ટમાં રજૂ કરીને પાંચ દિવસના રીમાન્ડની તજવીજ હાથધરી હતી.