ETV Bharat / state

પંચમહાલ જિલ્લા કલેક્ટરની બેઠક યોજાઇ, માર્ગ સલામતીને લઇ કરાઇ ચર્ચા - PANCHMAHAL

પંચમહાલ: જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે યોજાઇ હતી. જેમા જિલ્લામાં માર્ગ સલામતીને લઇ જરૂરી સૂચના આપવામા આવી હતી.

ગોધરામાં CCTVના આધારે ઈ-મેમો ઈશ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરવા કલેકટરનો આદેશ
author img

By

Published : Jul 21, 2019, 8:54 AM IST

ગોધરા કલેક્ટર કચેરીના સભાખંડમા મળેલી બેઠકમાં માર્ગ સલામતી અંગે ચર્ચા કરવામાં આવી હતી. કલેક્ટરે હોટેલોની સામેના ડિવાઈડરો તોડનારા હોટેલમાલિકો સામે પગલા લેવાયા કે કેમ? તે બાબતે અધિકારીઓ સાથે પૃચ્છા કરી હતી. તેમજ જિલ્લાના માર્ગો પર જરૂર જણાય ત્યાં સાઈનેજિસ, રિફલેક્ટર્સ, રોડ પેઈન્ટ લગાડવા, હાઈવે પર પડેલા ખાડાઓનું સમારકામ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી. શહેરમાં ટ્રાફિકનું નિયમન અને નિયંત્રણ કરવાના હેતુથી કેમેરા લગાડવાનું કામ ઝડપથી પૂર્ણ કરી CCTV ફુટેજના આધારે ઈ-મેમો ઈશ્યુ કરવાની પ્રક્રિયા શરૂ કરવા નિર્દેશ આપ્યા હતા.

આ ઉપરાંત દ્વિચક્રીય વાહનચાલકો માટે હેલમેટ પહેરવાના નિયમનો વધુ સખતાઈથી અમલ કરાવવા તેમજ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને પણ હેલ્મેટ પહેર્યા વિના ટુ વ્હીલર લઈને ન આવવાનો પરિપત્ર કરવા સૂચના આપી હતી. રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો તેમજ નિયમોનો ભંગ કરનારા સ્કૂલવાન-બસોના લાઈસન્સ રદ કરવા અંગેનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો.

રાત્રિના સમયે હાઈવે પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જે વાહનોમાં ટેલઈ લાઈટ, બ્રેક લાઈટ કામ ન કરતા હોય કે જેમના પર રિફલેક્ટર્સ લગાડેલા નહીં હોય તેમને ટોલનાકા પર ચેક કરી રોકવાનો અને વાહનચાલકો આ ખામીઓ દુરસ્ત કરાવી શકે તે માટે ટોલનાકાઓ ઉપર એક વર્કશોપ ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો.

આ બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, GSRTC, MGVCL, નગરપાલિકા, ટ્રાફિક પોલિસ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Intro:

         પંચમહાલ જિલ્લા કલેક્ટર ઉદિત અગ્રવાલના અધ્યક્ષસ્થાને જિલ્લા રોડ સેફ્ટી કાઉન્સિલની બેઠક કલેક્ટર કચેરીના સભાખંડ ખાતે મળી હતી.જેમા જીલ્લામાં માર્ગ સલામતીને લઇ જરુરી સૂચનો કરવામાં આવ્યા હતા.

Body:ગોધરા કલેકટર કચેરીના સભાખંડમા મળેલી બેઠકમાં માર્ગ સલામતી અંગેની બાબતોની વધૂમાં ચર્ચા કરતા કલેકટરે હોટેલોની સામેના ડિવાઈડરો તોડનાર હોટેલમાલિકો સામે પગલા લેવાયા કે કેમ? તે બાબતે અધિકારીઓ સાથે પૃચ્છા કરી હતી. તેમજ જિલ્લાના માર્ગો પર જરૂર જણાય ત્યાં સાઈનેજિસ, રિફલેક્ટર્સ, રોડ પેઈન્ટ નવેસરથી લગાડવા, હાઈવે પર પડેલા ખાડાઓનું સમારકામ કરવા અંગે સંબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.શહેરમાં ટ્રાફિકનું નિયમન અને નિયંત્રણ કરવાના હેતુથી કેમેરા લગાડવાનું કામ ઝડપથી પૂર્ણ કરી સીસીટીવી ફુટેજના આધારે ઈ-મેમો ઈશ્યુ કરવાની પ્રક્રિયા સત્વરે શરૂ કરવા તેમણે નિર્દેશ આપ્યા હતા. આ ઉપરાંત દ્વિચક્રીય વાહનચાલકો માટે હેલમેટ પહેરવાના નિયમનો વધુ સખતાઈથી અમલ કરાવવા તેમજ કલેક્ટર કચેરીના તમામ કર્મચારીઓને પણ હેલ્મેટ પહેર્યા વગર ટુ વ્હીલર લઈને ન આવવાનો પરિપત્ર કરવા સૂચના આપી હતી. રોંગ સાઈડમાં આવતા વાહનચાલકો તેમજ નિયમોનો ભંગ કરનારા સ્કૂલવાન-બસોના લાઈસેન્સ રદ કરવા અંગેનો નિર્ણય પણ બેઠકમાં લેવાયો હતો.
         રાત્રિના સમયે હાઈવે પર થતા અકસ્માતોનું પ્રમાણ ઘટાડવા માટે જે વાહનોમાં ટેલઈ લાઈટ, બ્રેક લાઈટ કામ ન કરતા હોય કે જેમના પર રિફલેક્ટર્સ લગાડેલા નહીં હોય તેમને ટોલનાકા પર ચેક કરી રોકવાનો અને વાહનચાલકો આ ખામીઓ દુરસ્ત કરાવી શકે તે માટે ટોલનાકાઓ ઉપર એક વર્કશોપ ઉભી કરવાનો નિર્ણય કરાયો હતો.
         Conclusion:બેઠકમાં માર્ગ અને મકાન વિભાગ, જીએસઆરટીસી, એમજીવીસીએલ, નગરપાલિકા, ટ્રાફિક પોલિસ તેમજ નેશનલ હાઈવે ઓથોરિટીના અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા.

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.