પંચમહાલઃ પાવાગઢના ધોબી કૂવા ખાતેના રેસ્ક્યૂ સેન્ટરમાંથી 17 દીપડાને ટ્રાન્સફર કરવામાં આવ્યાં છે. રેસ્ક્યૂ સેન્ટરમાંથી એક સાથે 17 દીપડા અન્ય જગ્યાએ ટ્રાન્સફર કરવાની રાજ્યની આ કદાચ પ્રથમ ઘટના ગણવામાં આવે છે. જંગલ વિસ્તારમાંથી માનવ વસ્તીમાં આવીને હુમલો કરનારા માનવભક્ષી 17 દીપડાને જૂનાગઢના સક્કરબાગમાં મોકલી આપવામાં આવ્યા છે.
પાવાગઢ ખાતેના રેસ્ક્યૂ સેન્ટરની ક્ષમતા કરતાં વધુ માનવભક્ષી દીપડાની સંખ્યા વધી જતાં 17 દીપડાને ટ્રાન્સફર કરાયા છે. આ તમામ દીપડા ગત 10 વર્ષથી પાવાગઢ રેસ્ક્યૂ સેન્ટરમાં રાખવામાં આવ્યાં હતાં. જેમાં 17 દીપડાને ટ્રાન્સફર કર્યા બાદ અન્ય જિલ્લાના 3 માનવભક્ષી દીપડાને પાવાગઢ રેસ્ક્યૂ સેન્ટરમાં લવાયા છે.