ETV Bharat / state

બાલાસિનોરમાં 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ - પંચમહાલમાં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી

પંચમહાલ જિલ્લાના રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવી હતી. જેમાં નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી અને કૉલેજના વિદ્યાર્થીઓ હાજર રહ્યા હતા.

ETV BHARAT
બાલાસિનોરમાં 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવી
author img

By

Published : Jan 25, 2020, 9:52 PM IST

બાલાસિનોર: કેન્દ્રીય ચૂંટણી પંચના સ્થાપના દિન નિમિત્તે દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ 25મી જાન્યુઆરીના રોજ રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત મહિસાગર જિલ્લા કક્ષાના 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કૉલેજના ઓડિટોરિયમ હોલમાં કરવામાં આવી હતી. જેમાં, નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા અને બાલાસિનોર પ્રાંત અધિકારી વિમલ ચૌધરી હાજર રહ્યા હતા.

આ પ્રસંગે મહાનુભાવોએ જણાવ્યું હતું કે, આપણે મતદાન અંગેની જાગૃતિ લાવવાના ભાગરૂપે આ ઉજવણી કરી રહ્યા છીએ. મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જ્યારે આપણે 18 વર્ષથી ઉપરના થઈએ છીએ ત્યારે મનમાં માત્ર ડ્રાઇવિંગ લાઇસન્સનો જ વિચાર કરીઓ છીંએ, પરંતુ તેનાથી વધુ જરૂરી વોટર આઈડી કાર્ડ છે.

બાલાસિનોરમાં 10માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરાઇ

આ કાર્યક્રમમાં બ્રહ્માણી સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મતદાર જાગૃતિ અંગે ભવાઈ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણીની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનારા નોંધણી અધિકારીઓ, મામલતદાર સેક્ટર ઓફિસર, ઈએલસી નોડલ ઓફિસર, બી.એલ.ઓ કેમ્પ એમ્બેસેડર, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. આ ઉપરાંત યુવા મતદારોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એપીક કાર્ડનું વિતરણ પણ કરવામાં આવ્યું હતું.

Intro:
બાલાસિનોર:-
કેન્દ્રીય ચૂંટણી પંચના સ્થાપના દિન નિમિત્તે દર વર્ષની જેમ આ વર્ષે પણ 25 મી જાન્યુઆરીએ રાજ્યકક્ષાએ થી લઈને મતદાન મથક સુધી રાષ્ટ્રીય મતદાન દિવસની ઉજવણી કરવામાં આવે છે. આ અંતર્ગત મહિસાગર જિલ્લા કક્ષાના 10 માં રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી બાલાસિનોરની આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ ઓડિટોરિયમ હોલ ખાતે નાયબ જિલ્લા ચૂંટણી અધિકારી નેહા ગુપ્તા, બાલાસિનો પ્રાંત અધિકારી વિમલ ચૌધરીની ઉપસ્થિતિમાં ઉજવણીનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.

Body: આ પ્રસંગે મહાનુભાવોએ ઉપસ્થિતોને પ્રાસંગિક ઉદબોધન જણાવ્યું હતું કે, રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરી આપણે મતદાન અંગેની જાગૃતિ લાવવાના પ્રયાસરૂપે આ ઉજવણી કરી રહ્યા છીએ. મતદાન એ આપણી પવિત્ર ફરજ છે. જ્યારે આપણે 18 વર્ષથી ઉપરના થઈએ છીએ ત્યારે મનમાં વિચારીએ છીએ કે ડ્રાઇવિંગ લાઇસન્સ કરીએ તેટલું જ જરૂરી છે તેનાથી વધુ જરૂરી વોટર આઇડી કાર્ડ છે. આજના જનરેશનમાં યુવાનો ઘણા જ માહિતગાર હોઈ કૌશલ્ય વહીવટમાં માહિતગાર લોકો જ લોકશાહીને મજબુત બનાવી શકે છે. તો સમયસર વોટર આઇડી કાર્ડ બનાવી પોતાના મતાધિકારનો ઉપયોગ કરીએ. જેથી મતદાનની ટકાવારી ઘણી ઊંચી જશે અને તેના માટે રાષ્ટ્રીય મતદાતા દિવસની ઉજવણી કરવામાં આવે છે .

Conclusion: આ કાર્યક્રમમાં બ્રહ્માણી સેવા વિકાસ ટ્રસ્ટ દ્વારા મતદાર જાગૃતિ સંબંધે ભવાઈ નાટક રજૂ કરવામાં આવ્યું હતું. તેમજ ચૂંટણીની કામગીરીમાં શ્રેષ્ઠ કામગીરી કરનાર નોંધણી અધિકારીઓ, મામલતદાર સેક્ટર ઓફિસર, ઇએલસી નોડલ ઓફિસર, બી.એલ.ઓ કેમ્પ એમ્બેસેડર, મહિલાઓ, વૃદ્ધો અને દિવ્યાંગ મતદારોનું સન્માન કરવામાં આવ્યું હતું. તેમજ યુવા મતદારોને ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે એપીક કાર્ડનું વિતરણ કરવામાં આવ્યું હતું. આ ઉજવણી કાર્યક્રમમાં બાલાશિનોર મામલતદાર, અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં કોલેજના વિદ્યાર્થીઓ, નગરજનો ઉપસ્થિત રહ્યા હતા.

બાઈટ -1 જયપાલસિંહ ગોહિલ, વિદ્યાર્થી
બાઈટ -2 વિમલ ચૌધરી, પ્રાંત ઓફિસર, બાલાસિનોર
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.