નવસારી શહેરને અડીને આવેલા ધામણ ગામની સીમમાં આવેલી આંબાવાડીમાં સુરતના 4 જેટલા બિલ્ડરો પાસેથી પોતાના દલાલી તથા પગારના રુપિયા ના આપતા માત્ર વાયદો કરતાં હતા ,જે મામલે અનેકવાર બિલ્ડરો પાસે રુપિયાની ઉઘરાણીથી થાકીને મજબૂર થઈને આ પગલુ ભર્યુ હતુ.
મોંઘવારીમાં ઘર ચલાવવા માટે મુશ્કેલી ઊભી થતાં જમીનની દલાલી કરતા અમ્રત સોનવણેએ કંટાળીને આંબાવાડીમાં સૌ પ્રથમ મોબાઈલ વડે બિલ્ડરો વિરુદ્ધ વિડીયો શૂટ કર્યો હતો અને તેમને સખત સજા થાય તે માટે આજીજી કરી હતી.
ત્યાર બાદ મોબાઈલ શૂટના લાઈવ દ્રશ્યમાં ગળે ફાંસો લગાવી આત્મહત્યા કરી લીધી હતી.જોકે પરિવારજનોએ સમગ્ર ઘટના અંગે શંકા વ્યક્ત કરી હતી અને અમ્રત પાસેથી મળેલી સુસાઇટ નોટમાં જેમના નામનો ઉલ્લેખ થયો છે, તેમની વિરુદ્ધ કાર્યવાહી કરવા માંગ કરી હતી.
આ ઘટનાની ગંભીરતા જોઈને નવસારી ગ્રામ્ય પોલિસએ અકસ્માત મૃત્યુનો ગુનો નોંધીને આ મામલે વધુ તપાસ હાથ ધરી હતી.પોલીસને તપાસમાં મદદ રૂપ થતાં વિડિયોથી પોલિસ કામગીરીને વેગ મળશે તેવી વાત પોલીસ બેડામાં ચર્ચાઇ રહી છે.