નવસારી : રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે આગામી વર્ષે યોજાનાર સમારોહમાં જિલ્લાકક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય તેવા ઉદ્દેશથી જિલ્લા કક્ષાએ વાઇબ્રન્ટ સમારોહના ઉપલક્ષમાં ‘વાઇબ્રન્ટ ગુજરાત,વાઇબ્રન્ટ નવસારી’ કાર્યક્રમ રાજ્યના નાણાંપ્રધાન કનુ દેસાઈના અધ્યક્ષસ્થાને અને મહાનુભાવોની ઉપસ્થિતિમાં નવસારી સ્થિત લેઉવા પાટીદાર સમાજ વાડી, તીઘરા ખાતે યોજાયો હતો.જેનાથી નવસારી જિલ્લામાં રોજગારીનું સર્જન થશે.
-
વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ નવસારી📈
— Kanu Desai (@KanuDesai180) October 13, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે, જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય, તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજરોજ નવસારી ગામ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ… pic.twitter.com/gN4pznYSnb
">વાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ નવસારી📈
— Kanu Desai (@KanuDesai180) October 13, 2023
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે, જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય, તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજરોજ નવસારી ગામ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ… pic.twitter.com/gN4pznYSnbવાઈબ્રન્ટ ગુજરાત, વાયબ્રન્ટ નવસારી📈
— Kanu Desai (@KanuDesai180) October 13, 2023
રાજ્યમાં વેપાર ઉદ્યોગોને પ્રોત્સાહન આપવાના ભાગરૂપે યોજાતી વાઇબ્રન્ટ ગુજરાત ઇન્વેસ્ટર્સ સમિટના ભાગરૂપે, જિલ્લા કક્ષાએથી ઉદ્યોગકારો, વેપાર સમૂહોનું પ્રતિનિધિત્વ થાય, તેવા ઉમદા ઉદ્દેશ સાથે આજરોજ નવસારી ગામ ખાતે આયોજિત ‘વાઇબ્રન્ટ… pic.twitter.com/gN4pznYSnb
સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન : નવસારી જિલ્લાના ઉદ્યોગકારો વેપારીઓ સાથે B2B અને B2C કાર્યક્રમ અને જિલ્લાના વેપાર ઉદ્યોગ જગતનું તેમજ સરકારના વિવિધ વિભાગોનું પ્રદર્શન પણ યોજાયું હતું. જેમાં જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા જાહેર જનતા માટે 25 એક્ઝિબેશન સ્ટોલનું પ્રભારી કનુ દેસાઈ દ્વારા ખુલ્લું મૂકવામાં આવ્યું હતું. વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ નવસારી કાર્યક્રમ અંતર્ગત નવસારી જિલ્લામાં જિલ્લા ઉદ્યોગ મેનેજર અને મહાનુભાવોના હસ્તે ઉદ્યોગકારો સાથે અંદાજીત 212 કરોડના 146 MOU કરવામાં આવ્યા હતાં.
તત્કાલીન મુખ્યપ્રધાન અને વર્તમાન વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીએ વર્ષ શરૂ કરેલા વાઇબ્રન્ટ ગુજરાત થકી દેશવિદેશના ઉદ્યોગકારોએ ગુજરાતમાં ઇન્વેસ્ટ કરીને રોજગારની તકો ઊભી કરી છે. આ માટે સરકાર દ્વારા ઉદ્યોગો સ્થાપવા માટે સરળ નીતિઓ ઊભી કરાઈ છે. ગુજરાત વિકસિત, દીક્ષિત અને ધબકતું બને એ માટે આવતા વર્ષે વાઇબ્રન્ટની 20 વર્ષની ઉજવણીમાં 135 દેશોના ઉદ્યોગકારો ભાગ લેશે, જે ગુજરાત સરકારશ્રીની સરળ ઉદ્યોગનીતિને પ્રોત્સાહન આપશે. વાઇબ્રન્ટ ડિસ્ટ્રિક્ટ થકી નાના ઉદ્યોગકારો/કારીગરો પોતાની પ્રોડક્ટને વિશ્વ સમક્ષ રાખી શકે છે. નિકાસની દ્રષ્ટિએ સમગ્ર દેશમાં ગુજરાત પ્રથમ નંબર પર છે...કનુ દેસાઈ (નાણાંપ્રધાન)
સબસિડીના ચેક એનાયત : તેમણે નવસારી જિલ્લાની વાત કરતા જણાવ્યું હતું કે આવનારા સમયમાં જલાલપોર તાલુકાના વાંસી ખાતે ટેક્સટાઈલ પાર્કનું નિર્માણ થનાર છે જેથી રોજગારીની નવી તકો ઉભી થશે. જિલ્લામાં જી.આઈ.ડી.સી મારફત સ્થાનિક રોજગારીની તકો તો વધી જ છે. આ તકે તેમણે ઉપસ્થિત ઉદ્યોગકારોને આવકાર્યા હતા.આ પ્રસંગે પ્રધાન અને મહાનુભાવોના હસ્તે બાજપાઈ બેંકેબલ યોજનાની સબસિડીના ચેક એનાયત કરાયા હતાં.
એમએલએ રાકેશ દેસાઇની પ્રતિક્રિયા : આ તકે નવસારીના ધારાસભ્ય રાકેશ દેસાઈએ પોતાના ઉદ્દબોધનમાં જણાવ્યું કે 20 વર્ષની વાઇબ્રન્ટ યાત્રા આજે વટવૃક્ષ સમાન બની છે. દેશમાં ગુજરાત વિકાસનું ગ્રોથ એન્જિન બન્યું છે. સરકારના પ્રયત્નોથી ગુજરાતમાં બિઝનેસ કરવા માટે તમામ અનુકુળતાઓ અને સરળ નીતિઓ ઉદ્યોગકારોને ઇન્વેસ્ટ કરવા માટે આવકારી રહી છે.
એમએલએ નરેશ પટેલનો પ્રતિભાવ : આ પ્રસંગે ધારાસભ્ય નરેશ પટેલે જણાવ્યું હતું કે, વડાપ્રધાન દીર્ઘદ્રષ્ટિથી દેશને નવી દિશા તરફ લઈ જઈ રહ્યા છે. વાઈબ્રન્ટ ગુજરાત સમિટ તેનું ઉત્તમ ઉદાહરણ બની છે. આજે ગુજરાતના તમામ જિલ્લામાં વાઈબ્રન્ટ સમિટ યોજાઈ રહી છે. વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીના વિઝન હેઠળ મુખ્યપ્રધાન ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર વિકાસના રથને આગળ વધારી રહી છે. આજે ગુજરાતમાં વિશ્વકક્ષાની પ્રોડક્ટ્સનું નિર્માણ થઈ રહ્યું છે. જિલ્લા કલેકટર અમિત પ્રકાશ યાદવે પ્રાસંગિક ઉદ્દબોધનમાં વાઇબ્રન્ટ ગુજરાત, વાઇબ્રન્ટ નવસારી રાજ્ય અને જિલ્લા અંગે ઉદ્યોગોને લગતી સિધ્ધિઓ સહિત તમામ માહિતી પૂરી પાડી હતી.
એમઓયુની વિગતો : જેમાં સુયાશ ઇથીક્લ્સ પ્રા.લીના ચેરમેન રાજુ શાહ દ્વારા ફાર્માસ્યુટીકલ માટે રૂ.50 કરોડનું મૂડીરોકાણ , રાજહંસ પ્રા.લી ના ડાયરેક્ટર જયેશભાઈ દેસાઈ દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્ક ડેવલોપમેન્ટ માટે રૂ.48.50 કરોડનું મૂડીરોકાણ, શાહલોન એન્ટરપ્રાઈઝ એલ.એપી.ના ઓર્થોરાઈઝ પર્સન દ્વારા ઇન્ડસ્ટ્રીયલ પાર્કડેવલોપમેન્ટ માટે રૂ. 43.28 કરોડનું મૂડી રોકાણ અને એન.પી. ઇન્ડસ્ટ્રીયલના પ્રોપ્રાયટર નગીનભાઈ પટેલ દ્વારા એસ.એસ.એલ્યુમિનીયમ એન્ડ કોપર વાઈન ડ્રોઈંગ માટે 10 કરોડનું મૂડીરોકાણ ઉધોગકારો દ્વારા જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર નવસારી ગુજરાત સરકાર સાથે MOU કરવામાં આવ્યા હતાં.
- Vibrant Gujarat Vibrant Kutch : 139 એમએસએમઈ એકમો સાથે 3370 કરોડના એમઓયુ સાઈન, વાઇબ્રન્ટ ગુજરાત વાઇબ્રન્ટ કચ્છ સમિટ શરુ
- Patan News: હેમચંદ્રાચાર્ય યુનિ. અને સાપ્તિ સંસ્થા વચ્ચે MOU, વિદ્યાર્થીઓ શીખી શકશે સ્ટોન કાર્વિંગ
- MoU : ફૂડ કંપની ક્રાફ્ટ હેઈન્ઝે ગુજરાતમાં પ્રથમ ગ્લોબલ કેપેબિલિટી સેન્ટર સ્થાપવા એમઓયુ કર્યા, જીસીસી વિશે વધુ જાણો